આજે આપણે બનાવીશું જામફળ નું શરબત જે ટેસ્ટ માં ખૂબ જ સરસ હોય છે,અને આજે આપણે જે મેથડ થી બનાવવાના છીએ તેમાં તમે જામફળ ની પ્યુરી ને ૪-૫ મહિના સુધી ફ્રીઝ માં સ્ટોર કરી શકશો જેથી ઉનાળા માં પણ જામફળ ના શરબત ની મજા તમે માણી શકો.
સામગ્રી :
- ૫૦૦ ગ્રામ જામફળ
- ૩૫૦ ગ્રામ ખાંડ
- ૧ કપ પાણી
- ૨ લીંબુ
શરબત બનાવવા માટે :
- ૩-૪ મોટી ચમચી તૈયાર કરેલી પ્યુરી
- ૩૦૦મિલીગ્રામ પાણી
- થોડું મીઠું
- શરબત નો મસાલો
રીત :
1) સૌથી પહેલાજામફળ ને ધોઈ તેનો ઉપર નો ભાગ કાઢી લો

2) એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો, તે ગરમ થાય એટલે જામફળ તેમાં મૂકી ૨૦ મિનીટ માટે મીડીયમ ગેસ પર વરાળે બાફી લો

3) હવે ગેસ બંધ કરી જામફળ ને ઠંડા થવા દો

4) ખાંડ અને પાણી મિક્ષ કરી તેને ગરમ કરવા મુકો

5) તેને ૧૫ મિનીટ માટે મીડીયમ ગેસ પર ઉકાળી લો

6) હવે બાફેલા જામફળ નો માવો બનાવી લો

7) ખાંડ નું પાણી અને જામફળ નો માવો બન્નેને બ્લેન્ડર થી મિક્ષ કરી લો

8) કાણાવાળા વાડકા થી એને ગાળી લો

9) હવે જામફળ ની પ્યુરીમાંલીંબુ નો રસ એડ કરી દો

10) આ પ્યુરી બનીને તૈયાર છે આને તમે સ્ટોર કરી શકો છો

11) શરબત બનાવવા માટે એક વાસણ માં જામફળ ની પ્યુરી, પાણી, મીઠું અને થોડો શરબત નો મસાલો ઉમેરી બ્લેન્ડર થી મિક્ષ કરી લો

12) શરબત ને સર્વિંગ ગ્લાસ માં લઇ લો

નોંધ :
જામફળ વધુ પાકા કે કાચા ના હોય તેવા લેવા. બને ત્યાં સુધી જો પાતળી છાલ ના જામફળ હોય તો તેનું રીસલ્ટ ખૂબ જ સરસ મળશે. જયારે તમે જામફળ ની પ્યુરી અને ખાંડ નું પાણી મિક્ષ કરો ત્યારે બંને માંથી એક પણ વસ્તુ ગરમ ના હોય તેનું ખસ ધ્યાન રાખવું.