આજે આપણે બનાવીશું સેવ પુરી જે એક સ્ટ્રીટ ફૂડ રેસીપી છે ,અને પાણીપુરી ,સેવપુરી,દહીપુરી આવી બધી રેસીપી લગભગ દરેકને ખૂબ જ ભાવતી હોય છે તો આજે બહાર જેવી જ સેવ પુરી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ
સામગ્રી :
- બાફેલા બટાટા
- બાફેલા ચણા
- લાલ પેસ્ટ
- લીલી પેસ્ટ
- પાનીપુરીનો મસાલો
- સંચળ
- સમાંરેલા ટામેટા
- બેસન ની ઝીણી સેવ
- સમારેલી કોથમીર
- પાણીપુરી ની પુરી
- ખજૂર આંબલી ની ચટણી
લાલપેસ્ટ ની સામગ્રી :
- ૧૨-૧૫ – સૂકા લાલ મરચાં
- ૨ચમચી – સીંગદાણા
- ૧ નાની ચમચી – ધાણાજીરું
- ૨ મોટી ચમચી – લાલ મરચું
- મીઠું
- પાણી
મરચાં અને સીંગદાણાને થોડી વાર નવશેકા પાણીમાં પલાળી દેવા પછી તેનું પાણી નિતારી બધું મિક્ષ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરી સરસ પેસ્ટ બનાવવી
લીલી પેસ્ટ ની સામગ્રી :
- ૧/૨ કપ – કોથમીર
- ૨ ચમચી – ફુદીનો
- ૨ ચમચી – કોથમીર ની ડાળી
- ૩-૪ – લીલા મરચા
- ૧/૨ નાની ચમચી – જીરું
- ૧/૮ નાની ચમચી – લીંબુ ના ફૂલ
- મીઠું
- પાણી
મિક્ષરના જારમાં પહેલા બધું મિક્ષ કરી પાણી વગર ક્રશ કરો પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ તેની સરસ પેસ્ટ બનાવી લો
રીત :
1) બાફેલા બટાટા અને ચણામાં જરૂર પ્રમાણે લાલ અને લીલી પેસ્ટ ,પાણીપુરી મસાલો ,સંચળ,સમારેલી કોથમીર મિક્ષ કરી લો (કોઈ એક પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકાય )

2) પુરીમાં કાણા પાડી તેમાં ચણા બટાટા નું પુરણ પૂરો

3) સમારેલા ટામેટા,લાલ અને લીલી પેસ્ટ (થોડું પાણી ઉમેરી મિક્ષ કરી લો ),ખજૂર આંબલીની ચટણી એડ કરો (ડુંગળી એડ કરવી હોય તો ટામેટા ની સાથે જ એડ કરી દો )

4) બેસન ની ઝીણી સેવ,સંચળ અને પાણીપુરી નો થોડો મસાલો નાખો

5) હવે આ સેવ પુરી ને સમારેલી કોથમીરથી ગાર્નીશ કરીસર્વ કરો

નોંધ :
જે બટાટા ના ખાતા હોય એ બટાટા ના બદલે કાચા કેળા લઈ શકે ,લાલ પેસ્ટ માં લસણ એડ કરવું હોય તો કરી શકાય,સેવ પૂરીને બનાવીને તરત જ સર્વ કરવી કેમકે આમાં ચટણી નું પ્રમાણ વધારે હોવાથી જલ્દી થી પોચી પડી જાય ,મેંસંચળ એડ કર્યુ હોવાથી મીઠું એડ નથી કર્યુ તમારે એડ કરવું હોય તો કરી શકાય