ઘરે સરસ ચોકલેટ બનાવવાની રીત / Easy Chocolate Recipe

વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે તો તમારા પ્રિય વ્યક્તિને તમારા હાથે ચોકલેટ બનાવીને ખવડાવો કે ગીફ્ટ કરો ,ઘરની બનાવેલી ચોકલેટ બહાર કરતા પણ સરસ , ચોખ્ખી અને માર્કેટ કરતા ઓછા ભાવમાં તૈયાર થાય છે ઘરે ચોકલેટ બનાવવામાં સમય પણ વધુ નથી લાગતો ફક્ત ૨-૩ મિનીટ એને બનાવતા અને ૨૦-૩૦ મિનીટ એને સેટ થતા થાય છે ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ

સામગ્રી :

  1. ૧૨૫ ગ્રામ – સ્વીટ ચોકલેટ
  2. ૬૦ ગ્રામ – ડાર્ક ચોકલેટ
  3. ૧/૨ નાની ચમચી – વેનીલા એસેન્સ
  4. ૧/૪ નાની ચમચી – ઘી

રીત :

1) એક માઇક્રોવેવ સેફ બાઉલમાં બંને ચોકલેટને સમારી કે થોડા નાના ટૂકડા કરીને લઈ લો

2) હવે એને માઇક્રોવેવ માં હાઈ પાવર પર ૧ મિનીટ માટે ગરમ કરી લો

3) મિક્ષ કરી લો ચોકલેટ સરસ એકરસ થઈ જવી જોઈએ

4) તેમાં વેનીલા એસેન્સ અને ઘી એડ કરી મિક્ષ કરી લો

5) ચોકલેટના મોલ્ડમાં એને ભરી દો ,મોલ્ડ ફરતે વધારાની જે ચોકલેટ લાગેલી હોય એ ટીસ્યુ પેપરથી કે કપડાથી સાફ કરી લો

6) હવે એને ફ્રીજરમાં અડધો કલાક કે ફ્રીજમાં ૧ કલાક સેટ થવા મુકો

7) અને મોલ્ડ માંથી કાઢી લો સીલીકોનના મોલ્ડને નીચે થી ઉપર પ્રેસ કરશો એટલે તરત ચોકલેટ નીકળી જશે

8) ચોકલેટને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો

નોંધ :

બંને ચોકલેટનો રેસીયો આ રીતનો રાખવાથી ટેસ્ટ વધુ સારો લાગે છે ,વેનીલા ના બદલે બીજીકોઈફ્લેવરઆપવી હોય કેડ્રાયફ્રુટ એડ કરવા હોય તો કરી શકાય ,જો ચોકલેટને ગીફ્ટ કરવી હોય તો માર્કેટમાં એના માટેના રેપર મળે છે એના થી રેપ કરી તમે કોઈને ચોકલેટ ગીફ્ટ પેક કરી શકો

Watch This Recipe on Video