શક્કરીયા નો શીરો બનાવવાની સરળ રીત / Shakkariya No Shiro / Farali Recipe

શિવરાત્રી નજીક આવી રહી છે તો આજે આપણે શિવરાત્રી પર બનાવી શકાય એવો શક્ક્રિયાનો શીરો બનાવીશું ,આ શીરો બનાવવો ખૂબ જ સરળ છે સાથે એને બનવામાં સમય પણ ઓછો લાગે છે આ શીરો ઠંડો થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે શિવરાત્રી પર ચોક્કસ ટ્રાય કરજો

સામગ્રી :

  1. ૩૦૦ ગ્રામ – બાફેલા શક્કરીયા
  2. ૨૦૦ મિલી – ગરમ દૂધ
  3. ૧ ચમચી – ઘી
  4. ૩ ચમચી – ખાંડ(ટેસ્ટ પ્રમાણે લઈ શકાય)
  5. ૧/૪ ચમચી – ઈલાઈચી અને જાયફળ નો પાવડર

રીત :  

1) કડાઈ માં ઘી ગરમ કરવા મુકો

2) ઘી ગરમ થાય એટલે બાફીને છીણેલા શક્કરીયા ઉમેરો અને ૨ મિનીટ સાતળી લો

3) હવે એમાં ગરમ કરેલું દૂધ એડ કરો અને દૂધ બળે ત્યાં સુધી ચઢવા દો

4) ખાંડ એડ કરીશું અને એને મિક્ષ કરીને ખાંડનું પાણી બળે ત્યાં સુધી થવા શેકો

5) ગોળા જેવું ટેક્ષ્ચર આવે એટલે ઈલાઈચી અને જાયફળ નો પાવડર ઉમેરો

6) છેલ્લે નાની ચમચી ઘી એડ કરી મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો

7) શીરાને ડીશ માં લઈ બદામ અને પીસ્તા થી ગાર્નીશ કરી સર્વ કરો

નોંધ :

શક્કરીયા બને ત્યાં સુધી રેસા વગરના હોય તો શીરો સરસ થશે ,શક્ક્રીયાને વરાળે બાફવા જેથી તે પોચા ના થઈ જાય

Watch This Recipe on Video