આજે આપણે બનાવીએ હોમમેડ મસાલા સીંગ ,આ મસાલા સીંગ ની રેસીપી ખૂબ જ સરળ છે અને ટેસ્ટ જેવી આપણે બાલાજી ની મસાલા સીંગ ખાઈએ છીએ એવો જ બને છે આ સીંગ ને તમે દાબેલી ,કચ્છી બાઉલ કે બ્રેડ બટર ની સ્લાઈસ માં વાપરી શકો છો તો ચાલો એની રીત પણ જોઈ લઈએ
સામગ્રી :
- ૧/૨ કપ સીંગ દાણા
- ૧/૨ ચમચી તેલ
- ચપટી હળદર
- ચપટીહિંગ
- ૧/૪ ચમચી સંચળ
- ૧ નાની ચમચી મરી પાવડર
- ૧/૨ ચમચી આમચૂર પાવડર
- ૧ચમચી દળેલી ખાંડ
- ૧ ચમચી – લાલ મરચું
- ૧/૨ ચમચી ધાણાજીરું
રીત :
1) એક ફ્રાય પેન મા સીંગ દાણા ને શેકી લો

2) ઠંડી થાય એટલે છોલીને સાફ કરો અને એક સીંગ ના બે ફાડા કરી લો

3) ફ્રાય પેન માં તેલ ગરમ મુકો ગરમ થાય એટલે હળદર અને હિંગ નાખો

4) છોલેલી સીંગ નાખો અને ૩-૪ મિનીટ સાતળી લો

5) નીચે ઉતારી તેમાં બધા મસાલા કરો અને મિક્ષ કરી લો

6) હવે આ મસાલા સીંગ સર્વિંગ માટે તૈયાર છે આને તમે નાસ્તા માં ,દાબેલી બનાવવામાં કે કચ્છી બાઉલ બનાવવામાં વાપરી શકો છો
