આજે આપણે બનાવીએ ગુજરાતી સ્ટાઈલ સરગવાનું રસાવાળું શાક ,આ શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને આને તમે રોટલી ,પરોઠા,ભાત કે ખીચડી ગમે તેની સાથે સર્વ કરી શકો છો
જેને સાંધા કે હાડકાં નો દુઃખાવો હોય એના માટે તો સરગવો ખૂબ જ ઉપયોગી છે કેમકે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે
સામગ્રી :
- ૫-૬ સરગવા ની સીંગ
- ૧-૧/૨ ચમચી બેસન
- ૧ ચમચી દહીં
- ૧ ચમચી તેલ
- થોડી રાઈ અને જીરું
- ૧/૪ ચમચી હળદર
- ૧ ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી ધાણા જીરું
- ૧ ચમચી ગોળ નો ભૂકો
- પાણી
- મીઠું
- હિંગ
રીત :
1) સરગવા ને ધોઇને એના ટૂકડા કરી કુકરમાં એડ કરો સાથે જ થોડું મીઠું અને પાણી ઉમેરી એની ૨ સીટી કરી લો

2) હવે આ બાફેલું પાણી જ ઉપયોગ માં લઈ લો

3) આ પાણી માં બેસન અને દહીં ઉમેરી મિક્ષ કરી લો

4) તેલ ગરમ મુકો અને ગરમ થાય એટલે રાઈ ,જીરું,મરચા,હિંગ અને હળદર ઉમેરો (લસણ વાટીને એડ કરવું હોય તો એ અત્યારે જ એડ કરી દો )

5) બેસનઅને દહીં નું મિશ્રણ ઉમેરો

6) હવે એમાં ૧/૨ કપ કે જરૂર પ્રમાણે પાણી ઉમેરો

7) મરચું,મીઠું અને ધાણા જીરું એડ કરો

8) બાફેલોસરગવો અને ગોળ ઉમેરો (ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકાય)

9) શાકને ઢાંકીને મીડીયમ ગેસ પર ચઢવા દો

10) દશેક મિનીટ પછી રસો થોડો જાડો થાય અને બેસન ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો (કેમકે બેસન ઠંડુ થયા પછી હશે એના કરતા થોડું થીક થઈ જશે )

11) હવે આ શાક સર્વિંગ માટે તૈયાર છે
