ઘઉંની ઓસાયેલી સેવ બનાવવાની રીત / Mithi Sev Recipe

આજે આપણે બનાવીએ  ઘઉં ની ઓસાયેલી સેવ,આ સેવ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે સાથે જ એને બનવામાં ખૂબ જ સમય લાગે છે આ રેસીપી ઘણાં બધા ગુજરાતી ના ઘરે હોળી પર બનાવવામાં આવે છે તો ચાલો એની રીત પણ જોઈ લઈએ

સામગ્રી :

  1. ૪ નંગ ઘઉં ની સેવ ના બંચ
  2. ૧ ચમચી તેલ
  3. ૩-૪ ચમચી બુરું ખાંડ (સ્વાદ પ્રમાણે )
  4. ૨-૩ ચમચી ચોખ્ખું ઘી
  5. ૭૦૦-૮૦૦ મિલી પાણી

રીત :

1) સૌથી પહેલા આ રીત ની હાથ ની વણેલી સેવ લેવાની છે અને એને બાફવા માટે એક વાસણ માં પાણી ગરમ મૂકી દો

2) સેવના થોડા ટૂકડા કરી લો જેથી તે સરસ બફાઈ જાય

3) પાણી ઉકળવા લાગે એટલે તેમાં તેલ અને સેવ ઉમેરી દો અને મીડીયમ ગેસ પર ચઢવા દો (૭-૮ મિનીટ ઢાંકીને પછી ખુલ્લી ચઢવા દો

4) ૧૦-૧૧ મિનીટ પછી સેવ ને સહેજ દબાવીને જોવો જો દબાઈ જાય તો ગેસ બંધ કરી દો

5) કાણાવાળા વાડકામાં કાઢી લો

6) એક વાસણ માં લઈ તેમાં ઘી અને બુરું ખાંડ ઉમેરી મિક્ષ કરી લો

7) સર્વિંગ બાઉલ માં લઈ ઉપર થી થોડું ઘી અને ખાંડ નાખી સર્વ કરો

Watch This Recipe on Video