ઉનાળાની સીઝન આવે એટલે આખા વર્ષની સુકવણીની વસ્તુ બનાવવાની શરુઆત થઈ જાય માર્ચ – એપ્રિલમાં તાપ સરસ પડે એટલે તમે અત્યારે દરેક સુકવણીની વસ્તુ બનાવી શકો તો આજે આપણે ચોખા ના પાપડ કે જેને પાપડી કે સારેવડા પણ કહેતા હોઇએ છે તે કેવી રીતે બનાવવા તે જોઈશું ઘણાં લોકોને પાપડ બનાવવામાં પ્રોબ્લમ થતા હોય છે કે તૂટી જતા હોય છે તો એવું ના થાય અને તમારા પાપડ સરસ બને એવી આ રીત છે તો આ વખતે આ રીતે પાપડ બનાવી જરૂર ટ્રાય કરજો તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
- ૫૦૦ ગ્રામ ચોખાનો કે કણકી નો લોટ (૩/૪ બાઉલ )
- ૨ ચમચી સાબુદાણા
- ૧ ચમચી જીરું
- ૧ નાની ચમચી અજમો (ઓપ્શનલ)
- ૨૫ ગ્રામ લીલા મરચા
- ૧૫ ગ્રામ પાપડિયો ખારો
- ૧-૧/૨ બાઉલ પાણી
- મીઠું
- તેલ
રીત :
1)સૌથી પહેલા ચોખા નો લોટ લઈ ચાળીને આ રીતે તપેલીમાંભરી દો

2) હવે એ જ તપેલીથી માપીને ૧-૧/૨ તપેલી પાણી લો (જે લોટનું માપ થાય એનાથી ડબલ પાણી લેવાનું )

3) પાણી ઉકળવા મુકો અને એમાં મીઠું ,અધકચરું વાટેલું અજમો – જીરું,સાબુદાણા અને લીલા મરચા ઉમેરો (સાબુદાણા ને ૨ કલાક માટે મેં પલાળી દીધા હતા )

4) ૫ મિનીટ ઉકળે એટલે પાપડિયો ખારો એડ કરો

5) ફરી ૧૦ મિનીટ ઉકળે એટલે ચોખા નો લોટ એડ કરો (મેં પાણી ઉકાળવા નું શરુ થયું એ પછી સતત ૧૫ મિનીટ ફાસ્ટ ગેસ પર ઉકાળ્યું છે )

6) વેલણની મદદ થી મિક્ષ કરો ક્યાંય કોરો લોટ ના રહે તેનું ધ્યાન રાખો (વધારે પ્રમાણમાં લોટ હોય તો લાકડાની નાની લાકડીથી મિક્ષ કરો )

7) હવે આ લોટ ને ફરી બાફવાનો છે તો આ રીતે મુઠીયા જેવા મોટા ગોળા બનાવી લો (પાણીવાળો હાથ કરતાજવું જેથી ગરમ ના લાગે)

8) ઢોકળીયામાં પાણી ગરમ કરવા મુકો અને વરાળ આવવાની શરુ થાય એટલે આ તૈયાર કરેલા ગોળા તેમાં બાફવા મુકો અને એને ૧૦ મિનીટ ફાસ્ટ ગેસ પર બાફી લો

9) હવે બાફેલા ગોળા ને (૨ કે ૩ ગોળા)એક પ્લાસ્ટીક ની જાડી થેલીમાં લઈ લો અને થોડું તેલ ઉમેરી ૪-૫ મિનીટ મસળી લો (તમે ઈચ્છોતો વાસણમાં મસળી શકો )

10) આ રીતે લુઆ બનાવી લો અને ઢાંકીને મુકો જેથી ઠરી ના જાય

11) પાપડના મશીનમાં પ્લાસ્ટિક મૂકી આ રીતે પાપડ બનાવી લો (વણવા હોય તો વણી પણ શકાય)

12) પાપડ ને આ રીતે કોટન ના કપડાંમાં સૂકવી દો (ખીચું બે વાર બાફ્યું છે એટલે ૨૫-૩૦ પાપડની થપ્પી કરી પછી સુક્વશો તો પણ આસાની થી સૂકવી શકશો )

13) પાપડ ને મેં તાપમાં ૨ દિવસ સુકવ્યા છે હવે આ સુકઈને તૈયાર છે

14) તેલ સરસ ગરમ થાય એટલે પાપડ તળી લો

15) હવે આપણા ચોખાના પાપડ તૈયાર છે
