સાબુદાણા બટાટાની ચકરી બનાવવાની રીત / Sabudana Bataka ni chakri

આજે આપણે બનાવીશું ઉપવાસ માં ખાઈ શકાય તેવી સાબુદાણા બટાકા ની ચકરી. આ ચકરી ઉપરથી ક્રીશ્પી અને ખાવા માં એકદમ સોફ્ટ લાગે છે . આજે હું તમને જે રીત થી શીખવાડીશ તે રીત પ્રમાણે ચકરી તમે બનાવશો તો ખૂબ જ સરસ અને પરફેક્ટ બનશે.

સામગ્રી :

  1. ૫૦૦ ગ્રામ સાબુદાણા ( ૧ તપેલી )
  2. ૧/૨ તપેલી પાણી (સાબુદાણા પલાળવા)
  3. ૧ કિલો બાફેલા બટાકા
  4. ૧/૨ ચમચી જીરું
  5. ૨ ચમચી વાટેલા મરચા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ તપેલી પાણી (સાબુદાણા ઉકાળવા માટે )

રીત :

1)સૌથી પહેલા સાબુદાણા ને એક તપેલી માં સરખા લેવલ એ આવે તે રીતે ભરી દો, પછી તે જ તપેલી ના માપ થી પાણી ને નવસેકુ ગરમ કરી તેમાં સાબુદાણા ને ધોઈ ને આખી રાત માટે પલળવા મુકો, સવારે સરસ આ રીતે સાબુદાણા પલડી જશે

2) જે તપેલી થી આપણે સાબુદાણા લીધા હતા એજ એક તપેલી પાણી ગરમ કરવા મૂકી તેમાં મીઠું, જીરું અને મરચા ઉમેરી દો

3) પાણી ઉકલે એટલે પલાળેલા સાબુદાણા એમાં ઉમેરી મિક્ષ કરી હલાવતા જાઓ

4) ૭-૮ મિનીટ પછી ૮૦ ટકા જેટલા સાબુદાણા આ રીતે પારદર્શક થઇ જશે

5) હવે આપણે બનાવેલું મિશ્રણ પરફેક્ટ થયું છે કે નહી તે ચેક કરવા આ રીતે એ મિશ્રણ માં તવીથો કે ચમચો ઉભો રાખો, જો એ પડી ના જાય અને એકદમ સ્થિર રહે એટલે સમજવું કે આ મિશ્રણ તૈયાર થઇ ગયું છે, આ પ્રમાણે થઇ જાય એટલે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી દો

6) બાફેલા બટાકા ને છીણી લો

7) હવે આ બટાકા માં ઠંડુ થયેલું સાબુદાણા નું મિશ્રણ ઉમેરી બધું સરસ રીતે મિક્ષ કરી લો

8) સેવ બનાવવા માંટે આપણે જે સ્ટાર બનાવવા માટે ની જે જાળી આવે છે તે વાપરવાની છે, તો જાળી અને સંચા ને તેલ લગાવી તૈયાર કરેલું મિશ્રણ આમાં ભરી દઈશું

9) પ્લાસ્ટિક પર આ રીતે લાંબા લાંબા સ્ટાર બનાવી લઈશું , જો ચકરી નો જલેબી જેવો સેપ આપવો હોય તો પણ આપી શકાય

10) ૩-૪ દિવસ માં ચકરી આ રીતે સુકાઈ ને તૈયાર થઇ જશે , તમે તેને તાપ માં કે ઘર માં ગમે ત્યાં સૂકવી શકો છો

11) તેલ સરસ ગરમ કરી આ ચકરી ને તળી લઈશું

12) હવે આપણી સાબુદાણા બટાકા ની ચકરી તૈયાર છે

નોંધ :

આને બનાવવા માટે જે વેફર ના બટાકા આવે છે તેનો જ ઉપયોગ કરવો જેથી એકદમ સફેદ બને. જો ઉપવાસ માં મરચુ ના ખાતા હોવ તો મરી પાવડર પણ તેની બદલે લઇશકાય .

Watch This Recipe on Video