કાચી કેરીનુ ખાટ્ટ-મીઠુ શાક બનાવવાની રીત / Kachi Keri Nu Shak

અત્યારે કાચી કેરી ખૂબ જ સરસમળે છે તો આજે આપણે સરસ મજા નું કાચી કેરીનું ખાટ્ટ મીઠું શાક બનાવીએ આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તમે આને બનાવીને ૬-૭ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આ શાકને તમે રોટલી ,પરોઠા કે થેપલા ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ

સામગ્રી :  

  1. ૨૫૦ ગ્રામ કાચી કેરી
  2. ૧૩૦ ગ્રામ ગોળ (કેરી ની ખટાસ પ્રમાણે )
  3. ૧-૧/૨ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ચપટી જીરું
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૧/૨ ચમચી ધાણાજીરું
  8. ૧-૧/૨ ચમચી લાલ મરચું

રીત :

1)એક સ્ટીલ ના વાસણમાં તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ,જીરું અને હળદર ઉમેરો

2) તેમાં છાલ કાઢીને સમારેલી કેરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી કેરી થોડી પોચી પડે ત્યાં સુધી ખૂલ્લું જ ચઢવા દો

3) હવે એમાં ગોળ ને સમારીને એડ કરો જેથી તે જલ્દીથી મિક્ષ થઈ જાય

4) ગોળ ઓગળી જાય અને રસો થોડો જાડો થાય ત્યાં સુધી રહેવા દો પછી ગેસ બંધ કરી એને ૫ મિનીટ થોડું ઠંડુ થવા દો

5) ૫ મિનીટ પછી એમાં મરચું અને ધાણાજીરું ઉમેરી મિક્ષ કરી લો ગેસ ચાલુ કરવાની જરૂર નથી

6) શાક એકદમ ઠંડુ થશે એટલે આ રીતે થીક થઈ જશે એ પ્રમાણે તમારે ગોળ નો રસો રાખવો

7) હવે આપણું કાચી કેરીનું શાક સર્વિંગ માટે તૈયાર છે અને કાચ ના વાસણ માં ભરી બહાર જ તમે ૬-૭ દિવસ રાખી શકો છો

નોંધ :

અત્યારે મેં દેશી કેરી લીધી છે પણ કોઈ પણ કેરી માંથી આ શાક બનાવી શકાય કેરી ની ખટાશપ્રમાણે ગોળ એડ કરવો આ શાક માં ક્યારેય ગેસ ચાલુ હોય કે શાક બહુ ગરમ હોય ત્યારે મરચું કે ધાણાજીરું એડ ના કરવું નહી તો શાક નો કલર ચેન્જ થઈ જશે આટલો સરસ લાલ કલર નહી મળે શાક નવશેકું ગરમ હોય એટલે મસાલા ચઢી જાય એટલે ફરી ગેસ ચાલુ ના કરવો ,શાક ને બનાવવા બને ત્યાં સુધી સ્ટીલ નું વાસણ વાપરવું અને જો અલ્યુમિનીયમનું વાસણવાપર્યું હોય તો શાક થઈ જાય એટલે તરત વાસણ બદલી નાખવું ખટાશવાળી વસ્તુ એલ્યુમીનીયમ માં રાખવી સારી નહી

Watch This Recipe on Video