ઘરે સરસ રોઝ સીરપ બનાવવાની અને સ્ટોર કરવાની રીત / Homemade Rose Syrup

આજે આપણે બનાવીશું ગરમી માં ખૂબ જ ઉપયોગી એવું “ રોઝ સીરપ “,આ સીરપ ને તમે પાણી કે દૂધ ગમે તેની સાથે બનાવીને સર્વ કરી શકો છો આને બનાવવું ખૂબ જ સરળ છે સાથે જ તમે આને બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો ,તો હવે જયારે પણ શરબત ,મિલ્કશેક કે ફાલુદા બનાવો તો આ હોમમેડ રોઝ સીરપ વાપરજો એના થી રેસિપીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે

સામગ્રી :

  1. ૧૦-૧૨ દેશી ગુલાબ ની પાંદડી
  2. ૧ કપ ખાંડ
  3. ૧/૨ કપ પાણી
  4. રેડ ફૂડ કલર (ઓપ્શનલ)
  5. ૧/૨ નાની ચમચી લીંબુ નો રસ

રીત :

1)ગુલાબની પાંદડીને ધોઇને કોરી કરી લો

2) હવે એને મિક્ષરના નાના જાર માં લઈ અધકચરી ક્રશ કરી લો

3) એક વાસણમાં ખાંડ અને પાણી મિક્ષ કરો

4) તેને મીડીયમ ગેસ પર ખાંડ ઓગળે પછી ૫ મિનીટ ઉકાળી લો

5) હવે ગેસ બંધ કરી ક્રશ કરેલી પાંદડી એડ કરો (ફરી ગેસ ચાલુ કરવાનો નથી )

6) મિશ્રણ ને એકદમ ઠંડુ થવા દો પછી એને ગાળી લો

7) લીંબુનો રસ અને ૨-૩ ટીપા લાલ કલર ઉમેરી મિક્ષ કરી લો

8) સીરપ ઠંડુ થાય પછી પણ સહેજ જાડું થશે આ રીતે ચમચી પર એનું કોટિંગ થવું જોઈએ

9) સર્વિંગ ગ્લાસમાં ૨ ચમચી તૈયાર સીરપ અને ૧ કપ ઠંડુ દૂધ ઉમેરો

10) તેમાં બરફ એડ કરી સર્વ કરો

11) હવે આપણું હોમમેડ રોઝ સીરપ અને રોઝ શરબત સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :

 કલર ના એડ કરવો હોય તો પણ ચાલે ,લીંબુ નો રસ ઉમેરો ત્યારે સીરપ એકદમ ઠંડુ થયેલું હોવું જોઈએ

Watch This Recipe on Video