આજે આપણે માર્કેટ માં જે ઇન્સ્ટન્ટ કેરી ના ખાટ્ટા અથાણાંનોમસાલો મળે છે તે ઘરે કેવીરીતે બનાવવો તે જોઈશું ઘર ના બનાવેલા અચાર મસાલાનો ટેસ્ટ માર્કેટ ના મસાલા કરતા ખૂબ જ સરસ હોય છે અને એને બનાવવો પણ ખૂબ જ સરળ છે તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ
સામગ્રી :
- ૧/૨ કપ રાઈ ના કુરીયા
- ૧/૪ કપ મેથી ના કુરીયા
- ૨ મોટી ચમચી તેલ
- ૧/૨ ચમચી હળદર
- ૨ ચમચી હિંગ
- ૨ મોટી ચમચી લાલ મરચું
- ૨ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું
- ૧ મોટી ચમચી શેકેલું મીઠું
રીત :
1)રાઈના અને મેથીના કુરીયાને મિક્ષરમાં આ રીતે સહેજ ક્રશ કરો (પાવડર નથી કરવાનો અને બંને ને અલગ અલગ ક્રશ કરો)

2) એક સ્ટીલના વાસણમાં બહારની સાઈડરાઈના કુરીયાઅંદર મેથીના કુરીયાઅને હિંગ આ રીતે રાખો

3) તેલને એકદમ સરસ વરાળ નીકળે એવું ગરમ કરો (ચેક કરવા મેથી ના ૧-૨ કુરીયા નાખવાના જો તરત તતડીને ઉપર આવે તો સમજવું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે )

4) હવેતેલનેનીચે ઉતારી ૧-૨ મિનીટ વરાળ આવતી ઓછી થાય ત્યાં સુધી ઠંડુ કરો પછી એને હિંગ અને મેથીના કુરીયા પર એડ કરી વઘારને ઢાંકી દો (તેલનવશેકું રહેવું જોઈએ )

5) વઘાર ઠરે ત્યાં સુધી મીઠાને એક કડાઈમાં સહેજ શેકી લો (૪૦-૫૦ સેકન્ડ )

6) હવે વઘાર નવશેકો ગરમ હોય ત્યારે તેમાં હળદર એડ કરી મિક્ષ કરી લો (હિંગ ની સાથે એડ કરવી હોય તો પણ કરી શકાય )

7) આ મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી જ એમાં બંને મરચા અને શેકેલું મીઠું ઉમેરી મિક્ષ કરી લો

8) બધું આ રીતે સરસ મિક્ષ થઈ જવું જોઈએ

9) હવે આપણો ઘર નો બનાવેલો અથાણાં નો મસાલો ઉપયોગ માટે તૈયાર છે અને ડબ્બામાં ભરીને ફ્રીજમાં ૨-૩ મહિના સુધી સ્ટોર કરી શકો છો

નોંધ :
વઘાર ઠરે પછી જ મરચું એડ કરવું તો મસાલાનો કલર સરસ આવો લાલ રહેશે ,બંને મરચા એડ કરવા થી કલર અને તીખાશ સારું આવે છે આટલા મસાલા માંથી ૧ કિલો કેરી નું અથાણું બની શકશે