ઘરે સરસ અથાણાંનો મસાલો બનાવવાની રીત / Achar Masala Recipe

આજે આપણે માર્કેટ માં જે ઇન્સ્ટન્ટ કેરી ના ખાટ્ટા અથાણાંનોમસાલો મળે છે તે ઘરે કેવીરીતે બનાવવો તે જોઈશું ઘર ના બનાવેલા અચાર મસાલાનો ટેસ્ટ માર્કેટ ના મસાલા કરતા ખૂબ જ સરસ હોય છે અને એને બનાવવો પણ ખૂબ જ સરળ છે તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ

સામગ્રી :

  1. ૧/૨ કપ રાઈ ના કુરીયા
  2. ૧/૪ કપ મેથી ના કુરીયા
  3. ૨ મોટી ચમચી તેલ
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૨ ચમચી હિંગ
  6. ૨ મોટી ચમચી લાલ મરચું
  7. ૨ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું
  8. ૧ મોટી ચમચી શેકેલું મીઠું

રીત :

1)રાઈના અને મેથીના કુરીયાને મિક્ષરમાં આ રીતે સહેજ ક્રશ કરો (પાવડર નથી કરવાનો અને બંને ને અલગ અલગ ક્રશ કરો)

2) એક સ્ટીલના વાસણમાં બહારની સાઈડરાઈના કુરીયાઅંદર મેથીના કુરીયાઅને હિંગ આ રીતે રાખો

3) તેલને એકદમ સરસ વરાળ નીકળે એવું ગરમ કરો (ચેક કરવા મેથી ના ૧-૨ કુરીયા નાખવાના જો તરત તતડીને ઉપર આવે તો સમજવું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે )

4) હવેતેલનેનીચે ઉતારી ૧-૨ મિનીટ વરાળ આવતી ઓછી થાય ત્યાં સુધી ઠંડુ કરો પછી એને હિંગ અને મેથીના કુરીયા પર એડ કરી વઘારને ઢાંકી દો (તેલનવશેકું રહેવું જોઈએ )

5) વઘાર ઠરે ત્યાં સુધી મીઠાને એક કડાઈમાં સહેજ શેકી લો (૪૦-૫૦ સેકન્ડ )

6) હવે વઘાર નવશેકો ગરમ હોય ત્યારે તેમાં હળદર એડ કરી મિક્ષ કરી લો (હિંગ ની સાથે એડ કરવી હોય તો પણ કરી શકાય )

7) આ મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી જ એમાં બંને મરચા અને શેકેલું મીઠું ઉમેરી મિક્ષ કરી લો

8) બધું આ રીતે સરસ મિક્ષ થઈ જવું જોઈએ

9) હવે આપણો ઘર નો બનાવેલો અથાણાં નો મસાલો ઉપયોગ માટે તૈયાર છે અને ડબ્બામાં ભરીને ફ્રીજમાં ૨-૩ મહિના સુધી સ્ટોર કરી શકો છો

નોંધ :

વઘાર ઠરે પછી જ મરચું એડ કરવું તો મસાલાનો કલર સરસ આવો લાલ રહેશે ,બંને મરચા એડ કરવા થી કલર અને તીખાશ સારું આવે છે આટલા મસાલા માંથી ૧ કિલો કેરી નું અથાણું બની શકશે

Watch This Recipe on Video