આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડીશનલ છૂંદો ,આ બે રીતે બને એક તડકા છાયામાં અને બીજું ગેસ પર આજે છૂંદો આપણે તડકા – છાયામાં કેવી રીતે બનાવવો એ જોઈશું ,છૂંદામાં ખાટ્ટો મીઠો તીખો ત્રણે ટેસ્ટ નું કોમ્બિનેશન હોય છે જે ખૂબ જ સરસ લાગે છે ,છૂંદા ને તમે રોટલી ,પરોઠા ,પુરી કે ઢેબરા ગમે તેની સાથે સર્વ કરી શકો છો અને જયારે બાળકોને શાક ના ભાવે ત્યારે અથવા ટ્રાવેલિંગમાં ઢેબરા કે પુરી સાથે આ બેસ્ટ ઓપ્શન હોય છે અને આને તમે આખું વર્ષ બહાર જ સ્ટોર કરી શકો છો
સામગ્રી :
૧ કિલો રાજાપૂરી કેરી
૧ કિલો + ૫૦ ગ્રામ – ખાંડ
૭-૮ લવિંગ
૨-૩ તજ ના ટૂકડા
૨ ચમચી કાશ્મીરી મરચું
૧ નાની ચમચી વાટેલું જીરું
મીઠું
રીત :
1)કેરીને ધોઈને છોલીને છીણી લેવી

2) એક સ્ટીલના તપેલામાં ખાંડ ,છીણેલી કેરી અને મીઠું એડ કરી મિક્ષ કરી લો

3) આને એક દિવસ ઘરમાં જ આ રીતે કપડું બાંધીને રહેવા દો

4) બીજા દિવસે ખાંડ આ રીતે સરસ ઓગળી જશે ,જો થોડી રહી ગઈ હોય તો થોડી વાર હલાવીને એને મિક્ષ કરી લો

5) ફરી થી આ રીતે કપડું બાંધી દો અને હવે એને બહાર તાપ માં મૂકી દો (રોજ સવારે એને હલાવી ફરી તાપ માં મુકવો )

6) ૩-૪ દિવસ પછી છૂંદો આ રીતે થીક થઈ જશે (તમે જ્યાં રહેતા હોવ ત્યાં જો તાપ ઓછો આવતો હોય તો એકાદ દિવસ વધુ થઈ શકે )

7) હવે એમાં બાકીના મસાલા ઉમેરી મિક્ષ કરી લો અને ફરી થી તપેલા પર કપડું બાંધી ૨-૩ કલાક માટે તાપ માં મૂકી દો

8) છૂંદાને સરસ રીતે મિક્ષ કરી લો

9) હવે આપણો છૂંદો સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :
છૂંદા માટે રાજાપૂરી કે વનરાજ કોઈ પણ કેરી લઈ શકો ,કેરી જો વધુ ખાટ્ટી હોય તો ખાંડ થોડી વધારે એડ કરવી પડે ,છૂંદો તૈયાર થઈ જાય એટલે એને કાચની બોટલ માં ભરી સ્ટોર કરવો જો તમે બોટલની ઉપર પણ જેમ તપેલા ને બાંધ્યું એમ કપડું બાંધીને રાખો તો છૂંદા માં બિલકુલ ભેજ નહી લાગે અને આખો વર્ષ આ સરસ રહેશે