હેલ્લો ફ્રેન્ડઝ, આજે આપણે બનાવીશું ગોળ અને કેરી નું ગળ્યું અથાણું, જેને તમે બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકો છો. આમ તો આ અથાણું ઘણી બધી અલગ અલગ રીતે બનતું હોય છે જેમાંથી એક રીત હું તમને આજે બતાવીશ. આનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. તો ચાલો અને કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ.
સામગ્રી :
૧ કિલો રાજાપુરી કેરી
૯૦૦ – ૧ કિલો ગોળ
૩૦ ગ્રામ રાઈ ના કુરિયા
૨૦ – ૨૫ ગ્રામ મેથી ના કુરિયા
૭૦ ગ્રામ ધાણા ના કુરિયા
૨ ચમચી કાશ્મીરી મરચું
૨ ચમચી રેગ્યુલર મરચું
૧/૨ ચમચી મીઠું
૨ મોટી ચમચી તેલ
૧/૨ ચમચી હળદર
હિંગ , કાળા મરી
૨ સૂકા લાલ મરચા
રીત :
1)કેરી ને છોલી તેના ટૂકડા કરી એમાં ૧ ચમચી મીઠું અને ૧/૨ ચમચી હળદર નાખી મિક્ષ કરી ઢાંકી ને આખી રાત રહેવા દો

2) બીજા દિવસે કેરી ના ટૂકડા ને આ રીતે કોટન ના કપડા પર ૩ -૪ કલાક સુકાવા માટે રહેવા દો ( પંખા નીચે કે તાપ માં ના સૂકવવા )

3) ૧ સ્ટીલ ના વાસણ માં બહાર રાઈ ના કુરિયા એની અંદર મેથી ના કુરિયા , હળદર , હિંગ , મરી અને સૂકા લાલ મરચા ઉમેરો અને વચ્ચે એની ઉપર નવશેકું ગરમ તેલ ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરી લો

4) હવે આ વઘાર એકદમ ઠંડો થઇ જાય એટલે એમાં બંને મરચા ઉમેરી મિક્ષ કરી લો

5) હળદર મીઠા વાળા કેરી ના ટૂકડા મસાલા માં મિક્ષ કરી લો

6) જરૂર મુજબ થોડું મીઠું ઉમેરો

7) ગોળ નો ભૂકો કરી કે સમારી ને આમાં ઉમેરો

8) હવે એને ઢાંકી ને ૪-૫ દિવસ માટે કે ગોળ પૂરેપૂરો ઓગળી જાય ત્યાં સુધી રહેવા દેવું અને રોજ એને ૧ વાર હલાવી લેવું

9) ધીરે ધીરે ગોળ ઓગળી આ રીતે મિક્ષ થતો જશે

10) ૪-૫ દિવસ પછી આ ગોળ કેરી નું અથાણું બની ને તૈયાર થઇ જશે

નોંધ :
આ જ મસાલા માં તમારે ૧-૧/૨ કિલો કેરી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો ,મેં મસાલો વધારે રાખ્યો છે ,કેરી ના ટૂકડાને એની જાતે જ સૂકાવા દેવા ,અથાણું તૈયાર થઈ જાય એટલે એને કાચ ની બોટલ માં ભરી ફ્રીજમાં રાખવું જેથી આખું વર્ષ આવું લાલ અને ટેસ્ટી રહેશે ,કેરી ના ટૂકડા જો કડક ભાવતા હોય તો કેરી છોલ્યા વગર લેવી અને આમાં ખારેક નાખવી હોય તો એ પણ કેરી ના ટુકડાની સાથે જ હળદર – મીઠા માં નાખી દો જેથી સરસ પોચી થઈ જાય