આજે આપણે બનાવીશું ફ્રેશ તરબૂચનું જ્યુસ જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. તરબૂચમાં ૭૦ % પાણી નો ભાગ હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે જ આને બનવામાં વાર પણ નથી લાગતી તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
૧ બાઉલ સમારેલું તરબૂચ
૫-૬ ફુદીનાના પાન
દળેલી ખાંડ
સંચળ
મરી પાવડર
પાણી
રીત :
1) તરબૂચ ને સમારીને તૈયાર કરી લો

2) હવે મિક્ષર જાર માં તરબૂચ ના ટૂકડા ,ખાંડ ,સંચળ અને મરી પાવડર એડ કરો

3) મિક્ષર ને ૧ થી ૨ મિનીટ માટે ચલાવી લો

4) જ્યુસ ને ગાળી લો (જો તમે તરબૂચ માંથી બીયા કાઢી લીધા હોય તો ગાળવાની જરૂર નથી પડતી)

5) એને સર્વિંગ ગ્લાસમાં લઈ એમાં થોડા નાના નાના તરબૂચ ના ટૂકડા ઉમેરો

6) હવે આ ફ્રેશ તરબૂચ નું જ્યુસ સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :
તમારે જો ખાંડ ના નાખવી હોય તો skip કરી શકો છો ,અને મસાલા નું માપ મેં એટલે નથી જણાવ્યું કેમકે આ બધા મસાલા તમારી ચોઈસ પ્રમાણે ઓછા વધતા કે skip કરી શકો