આજે આપણે બનાવીશું બે પડ ની રોટલી ,આ રોટલી આજે હું તમને બે રીત થી બનાવતા શીખવાડીશ જેથી તમને બે માંથી જે રીત સરળ લાગે એ રીતે તમે આ રોટલી બનાવી શકો ,આ રોટલી કેરી ના રસ ની સાથે સર્વ થતી હોય છે તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
૨ કપ ઘઉં નો ઝીણો લોટ
૧ કપ જેટલું પાણી (આશરે )
તેલ
ઘી
રીત :
1) લોટ માં થોડું થોડું પાણી એડ કરતા જઈ ઢીલો ફુલ્કા રોટલી નો લોટ બાંધીએ એવો લોટ બાંધો

2) હવે એમાં થી બે નાની પુરી જેવી રોટલી વણી લો એક ની ઉપર થોડું તેલ અને કોરો ઘઉં નો લોટ છાંટો અને ઉપર બીજી રોટલી મૂકી દો

3) હવે ઘઉં ના લોટ નું અટામણ લઈ એકદમ પાતળી રોટલી વણી લો

4) તવી ગરમ થાય એટલે રોટલી શેકો પહેલા ધીમા ગેસ પર શેકો નાના નાના દાણા દેખાય એટલે ફેરવી દો અને હવે એને મીડીયમ ગેસ પર શેકો

5) પાછળ શેકાઈ જાય એટલે કોટન ના કપડા થી હલકા હાથે દબાવતા જઈ રોટલી ને શેકી લો

6) પાટલી પર એક બે વાર સેજ પછાડો એટલે એના પડ તરત છુટા થવા લાગશે આ રીતે પડ છૂટા કરી લો

7) હવે બીજી રીત માટે બે લુઆ બનાવો બંને ની ઉપર તેલ લગાવો એક ને અટામણ લગાવો પછી બંને લુઆ ભેગા કરી દો અને અટામણ લઈ પહેલી રોટલી ની જેમ જ પાતળી વણી લો અને એજ રીતે શેકવાની છે

8) આ રીતે એના પડ છુટા કરી લો આના પડ ખૂબ જ સરળતા થી છૂટા પડી જાય છે

9) આ પડ છૂટા પડી તરત જ એમાં ઘી લગાઈ દેવું

10) હવે આ બે પડ ની રોટલી સર્વિંગ માટે તૈયાર છે
