આજે આપણે બનાવીશું ઈડલી મંચુરીયન ,આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે સાથે જ એને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે આને તમે બનાવીને બાળકોના લંચ બોક્ષમાં કે સાંજ ના નાસ્તામાં બનાવીને આપી શકો છો તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
ઈડલી બનાવવા :
૨ કપ આથો આવેલું ઈડલીનું ખીરું
૧/૨ નાની ચમચી રેગ્યુલર ઈનો
૧ – ૨ ચમચી પાણી
મીઠું
વઘાર માટે:
૨ ચમચી તેલ
૧ નાનું કેપ્સીકમ
૧૦૦ ગ્રામ લાંબી સમારેલી કોબીજ
ડુંગળી – ગાજર (એડ કરી શકો મેં નથી કર્યા )
૧ ચમચી રેડ ચીલી સોસ
૧/૨ ચમચી સોયા સોસ
૩ ચમચી ટોમેટો કેચપ
૧ નાની ચમચી લાલ મરચું
સમારેલી કોથમીર
મીઠું
રીત :
1) ઈડલીના ખીરામાં મીઠું ,ઈનો અને થોડું પાણી નાખી મિક્ષ કરી લો (ખીરું મીડીયમ થીક રાખવું )

2) ઈડલીના મોલ્ડમાં તેલ લગાવી ખીરું ભરી દો

3) ઈડલીને ૧૦ મિનીટ માટે સ્ટીમ કરી લો

4) કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મુકો એમાં બનાવેલી ઈડલીને થોડી સાંતળીને ક્રિસ્પી કરી લો

5) કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરો એમાં કેપ્સીકમ અને કોબીજ ને ફાસ્ટ ગેસ પર સાંતળી લો (તમારે ડુંગળી અને ગાજર એડ કરવું હોય તો અત્યારે કરી દેવું )

6) એક બાઉલમાં ત્રણેય સોસ મિક્ષ કરી લો પછી આમાં એડ કરો સાથે જ થોડું મીઠું અને લાલ મરચું એડ કરી દો અને સરસ મિક્ષ કરી લો

7) સાંતળેલી ઈડલી ઉમેરી સરસ મિક્ષ કરી લો થોડી કોથમીર પણ એડ કરી દો

8) હવે આ ઈડલી મંચુરીયન સર્વિંગ માટે તૈયાર છે
