આજે આપણે બનાવીશું ડાકોર ના પ્રખ્યાત ગોટા , ડાકોર ના ગોટા લગભગ દરેક ને ભાવતા હોય છે પણ જનરલી એનું ઇન્સ્ટન્ટ મિક્ષ નું પેકેટ લાવીને બનાવતા હોઈએ છીએ તો આજે એવા જ ગોટા ખૂબ જ સરળ રીતે અને એકદમ ટેસ્ટી ઘરે કેવીરીતે બનાવવા એ જોઈશું જેથી હવે જયારે પણ ડાકોર ના ગોટા ખાવાની ઈચ્છા થાય તો તમે ફટાફટ આ રીતે બનાવીને ખાઈ શકો તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
૧ કપ બેસન
૧/૨ કપ કરકરું બેસન અથવા સોજી
૨ ચમચી ખાંડ
અધકચરા વાટેલા સૂકા ધાણા
થોડું જીરું
૧/૨ ચમચી વરીયાળી
૧ ચમચી સફેદ તલ
૧ ચમચી મરી પાવડર
૧.૫ ચમચી વાટેલા આદું મરચા
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ધાણાજીરું
૧/૨ ચમચી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
૨ ચમચી તેલ
૧/૨ કપ + ૧ ચમચી પાણી
૧/૮ ચમચી ખાવાનો સોડા
૧/૨ લીંબુ નો રસ
સમારેલી મેથી અને કોથમીર
તેલ (તળવા માટે )
રીત :
1)એક વાસણમાં બન્ને લોટ ,બધા સૂકા મસાલા અને બીજી બધી સામગ્રી મિક્ષ કરી એમાં થોડા થોડું પાણી ઉમેરતા જઈ એનું જાડું ખીરું બનાવી લો , ખીરું પાતળું ના થઈ જાય એનું ધ્યાન રાખવું હવે એને ઢાંકીને ૧૦ મિનીટ રહેવા દો

2) હવે એમાં સમારીને ધોએલી મેથી ની ભાજી અને કોથમીર એડ કરી સરસ રીતે મિક્ષ કરી લો જો ઘર માં તાજી ભાજી ના હોય તો તમે સુકી મેથી (કસૂરી મેથી )પણ એડ કરી શકો

3) કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ વરાળ આવવાની શરુ થાય એટલે ગેસ ધીમો કરી ગોટા મુકો અને એને મીડીયમ ગેસ પર તળી લો ,વચ્ચે વચ્ચે ફેરવતા રહેવું જેથી બધી સાઈડ થી થી એનો એકસરખો કલર મળે

4) આવા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી એને તળવાના છે જેથી એનું બહારનું પડ સરસ ક્રિસ્પી બનશે

5) હવે આ તૈયાર ગરમા ગરમ ગોટા ને દહીં અને તળેલા મરચા ની સાથે સર્વ કરો ,તમે ઈચ્છો તો આને ખાટ્ટી મીઠી ચટણી કે કેચપ સાથે પણ સર્વ કરી શકો છો
