રેસ્ટૌરન્ટ સ્ટાઇલ મીક્ષ વેજીટેબલ સૂપ બનાવો ફક્ત ૧૦ મિનિટમાં || Mix Vegetable Soup

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ સૂપ આ સૂપ ટેસ્ટમાં ખુબ સરસ લાગતો હોય છે અને સાથે જ ખૂબ જ હેલ્ધી હોય છે અને સૂપ ખાસ કરીને શિયાળાના કે ચોમાસાના દિવસોમાં પીવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો આ સરસ મજાનો સૂપ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

સામગ્રી :

1 ચમચી બટર

1/2 વાટકી ઝીણી સમારેલી કોબીજ

1 નાનું ગાજર

1 નાનું કેપ્સીકમ

1 ટામેટુ

3 – 4 ફણસી

3 ચમચી વટાણા

3 ચમચી સ્વીટકોર્ન  

500 મિલી + 3 ચમચી પાણી

1 ચમચી કોર્ન ફ્લોર

1 ચમચી ટોમેટો કેચપ

1 નાની ચમચી મરી પાઉડર

મીઠું સ્વાદ પ્રમાણે

1 નાની ડુંગળી (નાખવી હોય તો)

3 થી 4 કળી લસણ (નાખવું હોય તો)

રીત:

1) સૌથી પહેલા કડાઈમાં બટર ગરમ કરવા માટે મૂકો બટર થોડું ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી કોબીજ નાખો જો તમારે ડુંગળી નાખવી હોય તો પહેલા ડુંગળીને સાંતળવાની અને એ પછી કોબીજ નાખવી કોબીજ થોડી સંતળાય એટલે આપણે એમાં ઝીણું સમારેલું ગાજર નાખીશું

2) હવે એમાં ઝીણું સમારેલું લીલું મરચું , સમારેલું કેપ્સીકમ અને બીયા કાઢી ને સમારેલા ટામેટા ઉમેરીશું એકવાર આને મિક્સ કરી લો ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સરસ રીતે આ બધી વસ્તુઓને મિક્સ કરી લેશો આને ફાસ્ટ ગેસ પર જ સાંતળવાનું છે

3) શાકભાજી થોડું સંતળાય એટલે આપણે એમાં પાણી ઉમેરી દઈશું અને હવે એને ફાસ્ટ ગેસ પર ઉકાળવા દો આ ટાઈમે આમાં વટાણા (ફ્રોઝન વટાણા કે ફ્રેશ) સ્વીટકોર્ન નાખી દો ઢાંકીને થોડીવાર ચડવા દો

4) ચારથી પાંચ મિનિટ પછી એમાં મરી પાવડર અને કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરીશું સ્લરી બનાવવા માટે તમારે બેથી ત્રણ ચમચી પાણીમાં એક ચમચી કોર્ન ફ્લોર ઉમેરીને મિક્સ કરી લેવું લગભગ ત્રણથી ચાર ચમચી જેવું મિશ્રણ બનશે તો એ આપણે આમાં ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં ટોમેટો કેચપ એડ કરીએ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું

5) સૂપ ને બનાવવામાં લગભગ ૮ થી ૧૦ મીનીટ જેવો સમય લાગે છે તો સૂપ બનીને તૈયાર છે હવે ગેસ બંધ કરી દઈએ છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર નાખી જઈશું

6) હવે આને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો ગરમા ગરમ સૂપ બનીને તૈયાર છે

Watch This Recipe on Video