માકેઁઁટમાં મળતી અલગ અલગ સેન્ડવીચ હવે ઘરે બનાવો || Street Style Sandwich Recipes

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સેન્ડવીચ વાળાના ત્યાં મળે એવી અલગ-અલગ સેન્ડવીચ આ સેન્ડવીચ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો તો ચાલો અને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15થી 20 મિનિટ

બનાવવાનો સમય : 15થી 20 મિનિટ

સામગ્રી :

ચીઝ ચટણી સેન્ડવીચ બનાવવા માટે :

બ્રેડ

તીખી ચટણી

બટર

સેન્ડવીચ નો મસાલો

ચીઝ

ચીઝ સેન્ડવીચ બનાવવા માટે :

બ્રેડ

બટર

ચીઝ

સેન્ડવીચ નો મસાલો

ચીઝ જામ સેન્ડવીચ બનાવવા માટે :

બ્રેડ

બટર

ચીઝ

તમારું મનપસંદ ફ્લેવર નું જામ

વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટે :

બ્રેડ

બટર

લીલી ચટણી

સમારેલું કાકડી , ટામેટા અને બીટ

ટોમેટો કેચપ

સેન્ડવીચ મસાલો

આલુ મટર સેન્ડવીચ બનાવવા માટે :

બ્રેડ

બટર

બટાકાનો માવો

ટોમેટો કેચપ

લીલી ચટણી

રીત :

1) ચીઝ ચટણી સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા બ્રેડની એક સ્લાઈસ ઉપર બટર લગાવી દો બીજી બ્રેડ ઉપર તીખી ચટણી લગાવો પછી એના ઉપર ચીઝ છીણીને નાખો થોડો સેન્ડવીચ મસાલો છાંટો બીજી બ્રેડ એના ઉપર મૂકી હલકા હાથે દબાવી તેને કટ કરો ફરીથી એના ઉપર બટર લગાવો

2) ચીઝ જામ સેન્ડવીચ બનાવવા માટે એક બ્રેડ ઉપર બટર અને એક બ્રેડ ઉપર જામ લગાવો હવે એના ઉપર ચીઝ છીણીને નાખો પછી બીજી બ્રેડ એના ઉપર મૂકી હલકા હાથથી દબાવી અને કટ કરો ફરીથી એના બટર લગાવો અને ચીઝ છીણીને નાખો

3) વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટે એક બ્રેડ ઉપર લીલી ચટણી અને એક બ્રેડ ઉપર બટર લગાવો બટર લગાવેલી બ્રેડ ઉપર સમારેલું ગાજર , કાકડી અને બીટ મૂકો થોડો સેન્ડવીચ મસાલો છાંટો લીલી ચટણી વાળી બ્રેડ એના ઉપર મૂકો હલકા હાથે દબાવ્યા પછી એને કટ કરો પછી એના ઉપર ટોમેટો કેચપ અને લીલી ચટણી નાખો આના ઉપર થોડો સેન્ડવીચ મસાલો પણ છાંટી શકો આની ગ્રીલ કરવી હોય તો પણ કરી શકો છો

4) ચીઝ સેન્ડવીચ બનાવવા માટે બંને બ્રેડ ઉપર પહેલા થોડું બટર લગાવી દો પછી એના ઉપર ચીઝ છીણીને નાખો અને થોડો સેન્ડવીચ મસાલો છાંટો કરો બીજી બ્રેડ એના ઉપર મૂકી હલકા હાથે દબાવ્યા પછી એને કટ કરી લો આના ઉપર જો તમારે ફરીથી બટર લગાવીને ચીઝ નાખવું હોય તો પણ નાખી શકો છો

5) આલુ મટર સેન્ડવીચ બનાવવા માટે એક બ્રેડ ઉપર બટર લગાવો અને બીજી બ્રેડ ઉપર લીલી ચટણી લગાવો બટર લગાવેલી બ્રેડ ઉપર બટાકાનો મસાલો પાથરો બટાકાનો મસાલો તમે તમારી ચોઇસ પ્રમાણે બનાવી શકો છો આમાં મેં બાફેલા બટાકા માં બધા રૂટીન મસાલા , વાટેલા લીલા મરચાં , કોથમીર થોડો ચાટ મસાલો અને થોડી દળેલી ખાંડ નાખીને તૈયાર કર્યો છે હવે બીજી બ્રેડ એના ઉપર મૂકી હલકા હાથે દબાવી એને કટ કરી લેવી  

6) હવે જો તમારે આ સેન્ડવીચ ને ટોસ્ટ કરવી હોય તો બંને બ્રેડ ઉપર બટર લગાવી દો એક બ્રેડ ઉપર બટાકાનો મસાલો લગાવો અને એક બ્રેડ ઉપર સેન્ડવીચ મસાલો છાંટો બંને ભેગી કરીને હલકા હાથે દબાવી લો હવે એને ટોસ્ટરમાં શેકવા માટે મૂકી દો શેકતી વખતે બ્રેડની બંને બાજુ બટર લગાડવું ખૂબ જ જરૂરી છે આને લગભગ ચારથી પાંચ મિનિટ માટે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી અને શેકો જો તમારી પાસે  ટોસ્ટર ના હોય તો તમે આને તવીમાં  પણ શેકી શકો છો અને જો ગ્રીલ કરવી હોય તો ગ્રીલ પણ કરી શકો છો

7) હવે આ અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનીને તૈયાર છે આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો

Watch This Recipe on Video