હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાળકોના મનપસંદ ચોકલેટ બોલ્સ બાળકોને ચોકલેટની કોઈપણ આઈટમ આપો એમને ખૂબ જ પસંદ હોય છે અને જેવા બેકરીમાં ચોકલેટ બોલ્સ મળે છે એવા જ ઘરે બનાવવા ખુબ જ સરળ છે ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં આ બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારી નો સમય : 5 – 10 મિનીટ
બનાવાનો સમય : 15 મિનીટ
સર્વિંગ : 9 ચોકલેટ બોલ્સ
સામગ્રી :
200 ગ્રામ ફ્રેશ ક્રિમ
350 ગ્રામ ડાર્ક ચોકલેટ (ટ્રફલ માટે )
200 ગ્રામ ચોકલેટ કેક સ્પંજ
150 ગ્રામ ડાર્ક ચોકલેટ
50 ગ્રામ મિલ્ક ચોકલેટ
સુગર ડેકોરેશન
રીત :
1) સૌથી પહેલા ફ્રેશ ક્રિમને એક વાસણમાં લઈને ધીમા તાપે ગરમ કરવા માટે મૂકો ક્રિમ ગરમ થાય ત્યાં સુધી ડાર્ક ચોકલેટ ને ઝીણી સમારીને તૈયાર કરી લેવાની છે ક્રિમમાં કિનારી પર તમને આ રીતે ઝીણા ઝીણા દાણા આવતા દેખાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે એને વધારે ગરમ નથી કરવાનું અને હવે જે ચોકલેટ સમારીને રાખે છે એ ક્રીમ માં નાખી દેવી

2) આ સમયે આમાં થોડું બટર પણ ઉમેરી દેવાનું છે થોડીવાર એને એમ જ રહેવા દો પછી એને સરસ રીતે હલાવીને મિક્સ કરી લો જેથી ચોકલેટ અને બટર સરસ રીતે મિક્સ થઈ જાય હવે એને ઠંડુ થવા માટે રહેવા દેવાનો છે ( જો તમે વધારે માત્રામાં ટ્રફલ બનાવો છો તમે અને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો દસેક દિવસ સુધી )

3) હવે 200 ગ્રામ ચોકલેટ સ્પંજ લઈ એમાં બનાવેલું ટ્રફલ નાખી આનો જેવો લોટ બાંધીએ એ રીતે લોટ બંધાઈ ને તૈયાર થઈ જાય એ પછી તેમાંથી નાના નાના ગોળા બનાવીને તૈયાર કરી લેવાના

4) એક વાટકામાં ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ સમારીને તૈયાર કરો એ પછી અને માઈક્રોવેવ સેફ ગ્લાસમાં લઈને ગરમ કરવા માટે મૂકો ચોકલેટ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જવી જોઈએ ચોકલેટને મેલ્ટ થવામાં લગભગ 40 થી 50 સેકન્ડ જેટલો સમય લાગે છે

5) જે બોલ્સ બનાવ્યા છે એમાં આપણે લોલીપોપની સ્ટીક આવે છે એ લગાવવાની છે તો ચોકલેટ માં સ્ટીક ને થોડી ડીપ કરી બોલ્સમાં લગાવો તમારે સિમ્પલ બોલ્સ રાખવા હોય તો પણ રાખી શકો છો હવે બોલ્સ ને ફ્રિજમાં થોડીવાર માટે મૂકી દઈશું જેથી જે સ્ટીક લગાવી છે એ સરસ રીતે એની સાથે ચોંટી જાય

6) હવે જે ચોકલેટ મેલ્ટ કરી હતી એમાં આ બોલ્સ ને ડિપ કરીને તમારે બટર પેપર ઉપર મૂકતા જવાનો છે અને એના ઉપર તમે તમારું મનગમતું ગાર્નિશિંગ કરી શકો છો માર્કેટમાં આ રીતે બધું મળતું હોય છે એ તમે નાખી શકો છો

7) આ રીતે જે લોલીપોપ સ્ટીકમાં જે બોલ્સ બનાવ્યા છે એને પણ તેજ રીતે ચોકલેટમાં ડીપ કરીને ગાર્નીશિંગ કરવાનું છે અને જે વધારાની ચોકલેટ તમને લાગતી હોય એને તમે હાથથી હટાવી શકો છો ચોકલેટને સેટ થવામાં લગભગ દસેક મીનીટ જેવો સમય લાગે છે તમે કઈ સિઝનમાં ચોકલેટ બનાવો છો એના ઉપર ડિપેન્ડ રહે છે કે ચોકલેટ કેટલી વારમાં સેટ થશે શિયાળામાં ચોકલેટ બહાર જ સેટ થઈ જાય છે જો ગરમી હોય તો એને 10 મિનીટ ફ્રીજમાં મુકવી

8) હવે સરસ મજાના ચોકલેટ બોલ્સ સર્વિંગ માટે તૈયાર છે
