હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે જોઈશું કે ઘરે ઈડલી અને ઢોસાનું ખીરું કેવી રીતે બનાવવું જો ખીરું પરફેક્ટ બનેલું હોય તો એમાંથી તમે ઈડલી બનાવો કે ઢોસા બંને ખુબજ સરસ બને છે તો આજે એનું પરફેક્ટ માપ કેટલું લેવું અને કઈ રીતે એનું ખીરું બનાવીને તૈયાર કરવું એ ટીપ્સ સાથે તમને શીખવાડીશ જેથી તમે આ ખીરાનો ઉપયોગ કરીને ઈડલી બનાવો તો એ સોડા વગર પણ સરસ પોચી અને જો ઢોસા બનાવો તો એ એકદમ સરસ બહાર જેવા ક્રિસ્પી બને તો ચાલો આ ખીરું કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
આથો આવવામાં લાગતો સમય – શિયાળામાં – ૮ – ૧૦ કલાક
ઉનાળામાં – ૬ – ૮ કલાક
ચોમાસામાં – ૮ – ૧૦ કલાક
સામગ્રી :
૨.૫ વાટકી બોઈલ્ડ રાઈસ
૧/૨ વાટકી સાદા ચોખા
૧ વાટકી – અડદની દાળ
૨ ચમચી ચણાની દાળ
૧ ચમચી સુકી મેથીના દાણા
પાણી
રીત :
1) સૌથી પહેલા બંને ચોખા ભેગા કરો અને અને બંને દાળ અને મેથી એક વાસણમાં લઇ ૨ – ૩ વાર ધોઈ લો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી એને ૬ – ૮ કલાક માટે પલાડીને રાખો પછી સૌથી પહેલા દાળનું પાણી નીતરી એને મિક્ષર જર માં લઇ લો.

2) પહેલા એને પાણી વગર પછી જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઇ એને સરસ વાટી લો

3) પાણી એકસાથે ના ઉમેરવું જેમ જરૂર પડે એમ ધીરે ધીરે ઉમેરતા જઇ વાટવું આવું ઘટ્ટ ખીરું રાખવું દાળ વટાઈ જાય એટલે એને એક તપેલીમાં લઇ લો

4) એવી જ રીતે હવે ચોખાનું પાણી નીતરી એને પણ વાટી લો

5) બધા ચોખા અને દાળ વટાઈ જાય એટલે એને સરસ રીતે મિક્ષ કરી લો સરસ આવું ઘટ્ટ ખીરું બનાવવાનું છે

6) હવે આ તપેલી પર ઢાંકણ ઢાંકી એને કોઈ ગરમ જગ્યાએ બહાર તાપમાં મુકી દો જેથી સરસ આથો આવી જાય

7) આથો આવવાનો સમય ઉપર જણાવ્યો એ પ્રમાણે સીઝન પર રહેલો છે, આ રીતે આથો આવી જાય એટલે તમે આમથી ઈડલી કે ઢોસા કે ઉત્તપમ કઈ પણ બનાવી શકો , જો વધારે માત્રામાં ખીરું બનાવ્યું હોય તો તમે આને ફ્રીજમાં ૩ – ૪ દિવસ રાખી શકો છો

8) હવે આ ખીરું ઉપયોગમાં લેવા માટે તૈયાર છે
