આ વેલેન્ટાઇન ડે પર બનાવો એકદમ સરળ રીતે માર્કેટ જેવી ચોકલેટ કેક || Eggless chocolate cake

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું વેલેન્ટાઇન ડે માટે સ્પેશિયલ ચોકલેટ કેક જેને એકદમ સરસ રીતે કેવી રીતે બનાવવી એ જોઈશું આમાં આપણે કેકનો બેઝ ચોકલેટ લીધો છે તમારે વેનીલા લેવો હોય તો પણ લઇ શકો અને આજે આપણે એકદમ સરળ એનું ડેકોરેશન કરીશું જેથી જો તમે હજુ કેક બનાવતા શીખો તો પણ તમને આસાનીથી આવડી જશે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૫  મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૨૫૦ ચોકલેટ કેક સ્પંજ

૨૦૦ ગ્રામ વ્હીપ ક્રિમ

સુગર સીરપ

સુગર હાર્ટ (ડેકોરેશન માટે)

ચોકલેટ કપલ

રીત :

1) સૌથી પહેલા ચોકલેટ કેકને બે ભાગમાં કાપી લઈશું પછી એના પર સુગર સીરપ નાખો તેના પર વ્હીપ કરેલું ક્રિમ પાથરો પેલેટ નાઈફ કે સ્પેચુલા ની મદદથી એને લેવલમાં કરો.

2) આખી કેકને ક્રિમથી કવર કરી દેવી પછી એને પ્રોપર શેપ આપવો જે વધારાનું ક્રિમ હોય એને કપડા કે ટીસ્યુ પેપરની મદદથી લુછી લો

3) કેક ની ઉપર ચોકલેટ કપલ મુકો અને બાકીની જગ્યા પર સુગર હાર્ટ મુકો.(ડેકોરેશન પસંદ પ્રમાણે કરી શકો)

4) હવે આ એકદમ સરળ અને યમ્મી એવી કેક બનીને તૈયાર છે એને ૩ – ૪ કલાક ફ્રીજમાં મુકી પછી ઉપયોગમાં લેવી.

Watch This Recipe on Video