હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઘરે ખારી સીંગ , સીંગ માર્કેટમાં સરળતાથી મળતી હોય છે પણ આવી જ સરસ એના કરતા ચોખ્ખી સીંગ આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છે સાથે જ ઘણા લોકો બહારની કોઈ પણ વસ્તુ ખાવાના ઉપયોગમાં નથી લેતા તો એમના માટે તો ખુબજ ઉપયોગી રહેશે,તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ ૨ વ્યક્તિ
સામગ્રી :
૧ વાટકી કાચા સીંગદાણા
૧/૨ ચમચી મીઠું
થોડું પાણી
મીઠું ( સીંગ શેકવા માટે)
રીત :
1) સૌથી પહેલા સીંગને સાફ કરી લો હવે એક તપેલીમાં થોડું પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ઢાંકણ ઢાંકી ગેસ બંધ કરી ૧૦ મિનીટ રહેવા દો.

2) હવે એનું પાણી નીતરી લો અને સીંગને એક વાટકામાં લઇ એમાં મીઠું મિક્ષ કરો અને ફરી ઢાંકીને ૫ મિનીટ રહેવા દો.

3) સીંગ શેકવા માટે એક જાડા તળિયાવાળા તાસળા માં મીઠું નાખી એને ગરમ થવા દો મીઠું ગરમ થાય એટલે સીંગમાંથી મીઠાનું પાણી નીતરી સીંગ આમાં ઉમેરો અને એને મીડીયમ ગેસ પર કડક થાય ત્યાં સુધી શેકો.શરૂઆતમાં સીંગ પર બધું મીઠું ચોટવા લાગશે પણ જેમ જેમ સીંગ શેકાતી જશે એમ બધું મીઠું છુટું પડી જશે.

4) સીંગ સરસ કડક થઇ જાય એટલે એને ઘઉં ચાળવાના ચારણા થી ચાળી લો જેથી મીઠું બધું નીકળી જશે તો આ રીતે સીંગ બનાવીને તૈયાર કરવી ઠંડી થાય પછી ડબ્બામાં ભરવી.
