હવે ગરમીમાં માકેઁઁટ કરતાં સરસ કોલ્ડ કોકો સરળતાથી ધરે બનાવો એ પણ ફક્ત ૫ મિનિટમાં||cold coco recipe

હેલો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું કોલ્ડ કોકો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો આપણે જેવી બજારમાં કે રેસ્ટોરન્ટમાં કોલ્ડ કોકો પીએ છીએ એવીજ ઘરે બનાવી ખુબજ સરળ છે અને એને પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુનો ધ્યાન રાખવું એ હું રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

 તૈયારીનો સમય  – ૨ – ૫  મિનિટ 

બનાવવાનો સમય –  ૧૦  મિનિટ 

સર્વિંગ –  ૩ થી ૪ વ્યક્તિ

સામગ્રી :

૫૦૦ મિલ દુધ

૧ ચમચી કોર્ન ફ્લોર

૨ ચમચી કોકો [પાવડર

૨ ચમચી ખાંડ

૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ

 રીત :

1) સૌથી પહેલા એના માટે દૂધને ગાળીને એક વાસણમાં લઈ લો એમાંથી થોડું દૂધ એક બીજા વાટકામાં લઈ એમાં કોન ફ્લોર અને કોકો પાવડર સરસ રીતે મિક્સ કરી લો આમાં ગાઠા ના પડે એનું ધ્યાન રાખવું

2) હવે જે વધારાનો દૂધ છે એને ગરમ કરવા મૂકો અને એમાં ખાંડ નાખો દૂધમાં ઉભરો આવે એટલે એને એક વાર હલાવી એમાં વાટકી વાળું દૂધ ઉમેરી સતત હલાવતા જાવ દૂધ નીચે ચોંટે નહી એનો ધ્યાન રાખવું આ રીતે દૂધને પાંચથી સાત મિનિટ ઉકાળી લો

3) ગેસ બંધ કરી એમાં સમારેલી ચોકલેટ ઉમેરો સરસ રીતે મિક્સ કરી આને ઠંડુ થવા દો મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એને ગાળી લો અને એને ફ્રિજમાં ચારથી પાંચ કલાક માટે ઠંડુ થવા દો

4) હવે આ  કોલ્ડ કોકો સર્વિંગ માટે તૈયાર છે એના  ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી સમારેલી કે  છીણેલી ચોકલેટ નાખો અને તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો.

Watch This Recipe on Video