માકેઁઁટ કરતાં સરસ ચોખ્ખું મરચું હવે ઘરે તૈયાર કરો | Homemade Red Chilli Powder

હેલ્લો ફ્રેન્ડસ , આજે આપણે ઘરે સરસ ચોખ્ખું મરચું કેવી રીતે બનાવવું એ જોઈશું બજારમાં બધા મસાલા તૈયાર મળતા જ હોય છે પણ એની ગુણવત્તા વિશે આપણેને ખ્યાલ નથી હોતો ઘણી જગ્યાએ મસાલાની ખળી પણ હોય છે પણ ત્યાંય શું ભેળસેળ થતું હોય એનો ખ્યાલ નથી હોતો તો ચાલો ભેળસેળ વગરનું ચોખ્ખું મરચું કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૫ – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૫ – ૨૦ મિનીટ

સ્ટોર કરવાનો સમય – આખું વર્ષ

સામગ્રી :

૫૦૦ ગ્રામ – કાશ્મીરી મરચા

૨૦૦ ગ્રામ રેશમપટ્ટી મરચા

૫૦ ગ્રામ દિવેલ

રીત :

1) મરચાના ડીટા તોડી સાફ કરી લો

2) મરચા સરસ તપી જાય એટલે અને મિક્ષર જારમાં લઇ લો પછી મરચાને ચાળી લો .

3) હવે મરચું મોવા દિવેલને નવશેકું ગરમ કરી લો જો મરચું હાથથી મોવું હોય તો પણ મોઈ શકો અત્યારે આપણે ફુડ પ્રોસેસરમાં એને મોઈશું તો એના માટે મરચું અને થોડું દિવેલ મિક્ષ કરી મિક્ષર ને સહેજ વાર ચલાવી લો

4) બધું મરચું તૈયાર થઇ જાય એટલે ચમચાથી સરસ એને મિક્ષ કરી લો પછી આ રીતે નાના કે મોટા ઝીપ પાઉચ કે એર ટાઈટ ડબ્બામાં ભરી ભેજના ના લાગે એવી જગ્યાએ એને મુકી દો.

5) હવે આ એકદમ ચોખ્ખું મરચું તૈયાર છે તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે મરચા તીખા કે મોળા લઇ શકો.આ માપ થી મીડીયમ તીખું મરચું તૈયાર થશે.

Watch This Recipe on Video