હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે ઘરે ચોખ્ખું ધાણાજીરું કેવી રીતે તૈયાર કરવી એ જોઈશું બજારમાં ઘણી બધી કંપનીના તૈયાર મસાલા મળતા હોય છે પણ એની ગુણવત્તા કેવી હોય એનો આપણને ખ્યાલ નથી હોતા સાથે ઘણી જગ્યાએ મસાલાની ખળી પણ લાગતી હોય છે જ્યાં થી આપણે આખા વર્ષના મસાલા લેતા હોઈએ છે પણ ત્યાં પણ શું ગોટાળા થતા હોય એની ખબર નથી હોતી આજે આપણે ઘરે ચોખ્ખું ધાણાજીરું દળીને તૈયાર કરીશું.તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારી નો સમય – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૨૦ મિનીટ
સામગ્રી :
૧ કિલો સુકી ધાણી
૨૫૦ ગ્રામ જીરું
૩ – ૪ તમાલપત્ર
૮ -૧૦ લવિંગ
૮ – ૧૦ કાળા મરી
રીત :
1) સૌથી પહેલા ધાણીને વીણીને સાફ કરી લો જે આછા પીળા જેવા કલરની હોય એ જૂની ધાણી હોય અને આછા લીલા કલરની હોય એ નવી ધાણી હોય ધાણીને મીડીયમ ગેસ પર સરસ સરસ કડક થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવી

2) એ જ રીતે જીરું વીણીને સાફ કરી લો એને પણ મીડીયમ ગેસ પર શેકો જીરું થોડું શેકાય એટલે એમાં આખા મસાલા નાખી શેકો

3) બન્ને વસ્તુ ઠંડી થઇ જાય એટલે એને મિક્ષરમાં લઇ દળી લો પછી એને ઝીણી ચાળણી થી ચાળી લો

4) જે મોટું ધાણાજીરું નીકળે એને ફરી દળી લો અને ચાળી લો

5) હવે આ ધાણાજીરું બનીને તૈયાર છે તમે આને ડબ્બામાં ભરી આખું વર્ષ સ્ટોર કરી શકો છો.
