સરસ પોચી ચકરી બનાવાની રીત|સાબુદાણા-બટાટા-ટામેટાની ચકરી|Sabudana chakri

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રત માં ખાઇ શકાય એવી સાબુદાણા બટાકાની ચકરી જે ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને તમે બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો આ ઉપર થી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે તો ચાલો આને પરફેક્ટ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૩૦ મિનીટ

સ્ટોર કરવાનો સમય – આખું વર્ષ

સામગ્રી :

૫૦૦ ગ્રામ – સાબુદાણા

૧ કિલો બટાકા

૫૦૦ ગ્રામ ટામેટા

૧૦૦ ગ્રામ લીલા મરચા

મીઠું સ્વાદ પ્રમાણે(આશરે ૧ – ૧.૫ ચમચી)

૧ ચમચી જીરું

રીત :

1) સૌથી પહેલા સાબુદાણાને સાફ કરી એક તપેલીમાં લઇ લો જેમાં એ માપ થી ભરાઈ જાય હવે આ સાબુદાણાને ધોઈ કાણાવાળા વાટકામાં કાઢી લો જે તપેલીથી સાબુદાણા માપ્યા હતા એ એક તપેલી પાણી લઇ લો અને એને નવશેકું ગરમ કરો.

2) હવે આ પાણીમાં સાબુદાણા નાખો અને એની ઉપર ઢાંકણ ઢાંકી એને આખી રાત માટે પલાડીને રાખો સવારે આ સાબુદાણા આવા સરસ પલડી ગયા હશે.

3) બટાકાને બાફવા માટે એને એક કુકરમાં લઇ બટાકા ડુબે એટલું પાણી નાખી થોડું મીઠું નાખી કુકરની ૫ – ૬ વ્હીસલ કરી લો , ટામેટા અને મરચાને ધોઈને સમારી મિક્ષર જારમાં લઇ લો અને પાણી નાખ્યા વગર જ એને વાટી લો.

4) જે તપેલી થી આપણે સાબુદાણા માપ્યા હતા હવે ફરી એ જ તપેલી થી એક તપેલી પાણી માપીને લઇ એને મોટી તપેલીમાં ગરમ કરવા મુકો એની સાથે જ એમાં મીઠું અને જીરું નાખી દો, પાણી ઉકળવાનું શરુ થાય એટલે ગેસ ધીમો કરી એમાં પલાડેલા સાબુદાણા નાખો.

5) અને હવે આને મીડીયમ ગેસ પર ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો મિશ્રણ નીચે ચોંટે નહિ એનું ધ્યાન રાખવું, આ પરફેક્ટ બની ગયું છે કે નહિ એ ચેક કરવા માટે આ રીતે એક તવીથો એમાં વચ્ચે ઉભો રાખો જો એ આ રીતે સપોર્ટ વગર સીધો ઉભો રહે તો સમજવું કે આ મિશ્રણ તૈયાર છે અને જો તવીથો પડી જાય કે નમી જાય તો મિશ્રણને ૧ – ૨ વધુ ચઢવા દો.

6) તપેલીને નીચે ઉતારી આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દો ઠંડુ થશે એટલે આ રીતે ઘટ્ટ થઇ જશે એને સરસ રીતે એકવાર હલાવી લો.

7) જે બટાકા બાફ્યા છે એને છોલીને છીણીની મદદથી છીણી લો અને એને સાબુદાણામાં મિક્ષ કરી લો પ્રોપર મિક્ષ થઇ જવું જોઈએ.

8) હવે આ મિશ્રણને આ રીતે પાઇપીંગ બેગમાં કે જો તમારી જોડે સેવ પાડવાનો સંચો હોય તો એમાં સ્ટારની જાળી લગાવી ભરી દો.

9) આ રીતે બહાર તાપમાં કે ઘરમાં પ્લાસ્ટિક પર  સેવ પાડો તમે આ રીતે લાંબી કે ગોળ ચકરી ગમે તે રીતે બનાવી શકો પણ સીધી સેવ હશે તો જલ્દી સુકાઇ જશે.

10) સેવ ને જો બહાર સુક્વશો અને જો સરસ તાપ હશે તો બે દિવસમાં સુકાઈ જશે એકદમ સરસ સુકવી જરૂરી છે

11) હવે આ બનાવેલી સેવને તળવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે આ સેવ તળો જો તેલ નહિ ગરમ થયું હોય અને તમે આને તળશો તો ચવ્વડ રહેશે એટલે તેલને સરસ ગરમ કરજો.

12) હવે આ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણા બટાકાની ચકરી સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video