હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું અલગ અલગ ૬ ફલેવરની લસ્સી , જેમાં છે સાદી,મેંગો,સ્ટ્રોબેરી,બનાના & હની,રોઝ અને ચોકો ન્યુટેલા આ બધી લસ્સી એકદમ ટેસ્ટી અને યમ્મી બને છે સાથે જ આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ – ૭ મિનીટ
બનાવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ ૬ મોટા ગ્લાસ
સામગ્રી :
સાદી લસ્સી બનાવવા માટે :
૧/૨ કપ દહીં
૧ – ૨ ચમચી ખાંડ
૨ ચમચી ફ્રેશ ક્રિમ
ચપટી ઈલાઈચી પાવડર
બરફ
૧/૪ કપ પાણી
મેંગો લસ્સી બનાવવા માટે :
૧/૨ કપ દહીં
૧/૨ વાટકી સમારેલી હાફૂસ કેરી
૨ ચમચી ફ્રેશ ક્રિમ
૧ ચમચી મેંગો ક્રશ
૧ ચમચી ખાંડ
બરફ
૧/૪ કપ પાણી
ઈલાઈચી પાવડર
સ્ટ્રોબેરી લસ્સી બનાવવા માટે :
૧/૨ કપ દહીં
૪ – ૫ સમારેલી સ્ટ્રોબેરી
૧ – ૨ ચમચી ખાંડ
૨ ચમચી ક્રિમ
૧ નાની ચમચી સ્ટ્રોબેરી ક્ર્શ
બરફ
૧/૪ કપ પાણી
રોઝ લસ્સી બનાવવા માટે :
૨ ચમચી રોઝ સીરપ
૧/૨ કપ દહીં
૧ – ૨ ચમચી
૩ ચમચી ક્રિમ
બરફ
૧/૪ કપ પાણી
બનાના હની લસ્સી બનાવવા માટે :
૧ નાનું કેળું
૧/૨ ચમચી મધ
૧/૨ ચમચી ખાંડ
૧/૨ વાટકી દહીં
૨ ચમચી ક્રિમ
બરફ
૧/૪ કપ પાણી
ચોકો ન્યુટેલા લસ્સી બનાવવા માટે :
૧/૨ કપ દહીં
૧/૨ ચમચી ખાંડ
૨ ચમચી ચોકલેટ સીરપ
૧ ચમચી ન્યુટેલા
૨ ચમચી ક્રિમ
૧/૪ કપ પાણી
બરફ
રીત :
1) સૌથી પહેલા સાદી લસ્સી બનાવીશું તો એના માટેની બધી સામગ્રી મિક્ષર જારમાં લઇ ચર્ન કરી એને સર્વિંગ ગ્લાસમાં લઇ લો.

2) હવે મેંગો લસ્સી બનાવવા માટે કેરીને છોલીને સમારી લો એની સાથે જ બાકીની સામગ્રી મિક્ષ્રરમાં લઇ ચર્ન કરો સર્વિંગ ગ્લાસને મેંગો ક્રશથી ડેકોરેટ કરી લસ્સી એમાં નાખો.

3) સ્ટ્રોબેરી લસ્સી બનાવવા માટે સ્ટ્રોબેરીને ધોઈને સમારી લેવી એની સાથે બાકીની સામગ્રી મિક્ષ્રરમાં લઇ ચર્ન કરો સર્વિંગ ગ્લાસને સ્ટ્રોબેરી ક્રશથી ડેકોરેટ કરી લસ્સી એમાં નાખો.

4) રોઝ લસ્સી બનાવવા બધી સામગ્રી મિક્ષ કરી ચર્ન કરી લો પછી ગ્લાસને રોઝ સીરપ થી ડેકોરેટ કરી લસ્સી એમાં લઇ લો.

5) બનાના હની લસ્સી માટે કેળાને છોલીને નાના ટુકડામાં સમારી લો પછી બાકીની સામગ્રી ઉમેરી એને ચર્ન કરી લો ગ્લાસને મધથી ડેકોરેટ કરી લસ્સી એમાં લઇ લો.

6) ચોકો ન્યુટેલા લસ્સી બનાવવા માટે બધી સામગ્રી મિક્ષ કરી ચર્ન કરો સર્વિંગ ગ્લાસને ચોકલેટ સીરપ થી ડેકોરેટ કરી લસ્સી એમાં લઇ લો.

7) હવે આ લસ્સીના ગાર્નીશિંગ માટે સાદી લસ્સી પર સમારેલા ડ્રાય ફ્રુટ ,મેંગો લસ્સી પર સમારેલા પીસ્તા અને કેરીના ટુકડા,સ્ટ્રોબેરી લસ્સી પર એક સ્ટ્રોબેરી ,રોઝ લસ્સી પર રોઝ સીરપ ,બનાના હની લસ્સી પર મધ અને કેળું મુકો અને ચોકો ન્યુટેલા લસ્સી પર ચોકલેટ સીરપ નાખો.તો હવે આ એકદમ યમ્મી અને ટેસ્ટી લસ્સી સર્વિંગ માટે તૈયાર છે.
