સાદા પોપકોર્ન તો ખાધા હશે એકવાર આ ફ્લેવર્ડ પોપકોર્ન ટ્રાય કરજો|flavoured popcorn|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું અલગ અલગ ફ્લેવરના પોપકોર્ન જે જનરલી આપને થીએટરમાં કે મોલમાં ખાતા હોઈએ છે અને એવા જ સરસ ટેસ્ટી પોપકોર્ન આપણે સરળતાથી ઘરે બનાવી શકીએ છે એ પણ ચોખ્ખા અને ઓછા ભાવમાં તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

બનાવવાનો સમય – ૫ મિનીટ

સર્વિંગ – ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

ચીઝ પોપકોર્ન બનાવવા માટે :

૧ પેકેટ એક્ટ ટુ પોપકોર્નનું પેકેટ

થોડું ચીઝ

૧ નાની ચમચી ચીઝ પાવડર

મસાલા પોપકોર્ન બનાવવા માટે :

૧ પેકેટ એક્ટ ટુ પોપકોર્નનું પેકેટ

૧ નાની ચમચી બટર

૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું

ચપટી ગરમ મસાલો

ચપટી ચાટ મસાલો

ચપટી મીઠું

ટોમેટો પોપકોર્ન બનાવવા માટે :

૧ પેકેટ એક્ટ ટુ પોપકોર્નનું પેકેટ

૧ નાની ચમચી બટર

૧ – ૨ ચમચી ટોમેટો કેચપ

૧/૨ ચમચી ટામેટાનો પાવડર

થોડો ચાટ મસાલો

ચપટી લાલ મરચું

રીત :

1) સૌથી પહેલા એક્ટ ટુ પોપકોર્ન નું પેકેટ લઇ એને એક કડાઈમાં નાખો હવે ગેસ મીડીયમ તો હાઈ રાખી આને ફોડી લો ઉપરથી ઢાંકણ ઢાંકી દેવું જેથી બહાર ના ઉડે.

2) બધી જ ધાણી ફુટી જાય એટલે ગેસ ધીમો કે બંધ કરી એમાં છીણેલું ચીઝ અને ચીઝ પાવડર નાખી મિક્ષ કરી લેવું એટલે આ સરસ મજાના ચીઝ પોપકોર્ન બનીને તૈયાર છે.

3) મસાલા પોપકોર્ન બનાવવા એ જ રીતે બીજું પેકેટ ધાણી ફોડીને તૈયાર કરી લો બધી ધાણી ફૂટી જાય એટલે ગેસ ધીમો કરી એમાં બધા મસાલા કરી મિક્ષ કરી લો

4) ટોમેટો ફ્લેવરના પોપકોર્ન બનાવવા સૌથી પહેલા ધાણી ફોડીને તૈયાર કરો પછી ગેસ ધીમો કરી એમાં બાકીની બધી વસ્તુ ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો.

5) હવે આ સરસ મજાના ફ્લેવરફુલ પોપકોર્ન બનીને તૈયાર છે

Watch This Recipe on Video