રેસ્ટૌરન્ટમાં મળે એવી લીલી ચટણી હવે ઘરે બનાવો|Restaurant style green chutney/Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ મળે એવી ટેસ્ટી લીલી ચટણી જેને તમે કોઈ પણ નાસ્તા સાથે સર્વ કરી શકો છો સાથે જ આ રોટલી કે પરોઠા સાથે પણ ખુબજ સરસ લાગે છે આને તમે બનાવીને ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૨ – ૫ મિનીટ

સર્વિંગ ૪ – ૫ વ્યક્તિ

સામગ્રી :

૧૦૦ ગ્રામ કોથમીર

૫૦ ગ્રામ ફુદીનો

૧ નાનો ટુકડો આદું

૨ – ૩ લીલા મરચા

૪ – ૫ કળી લસણ (જો નાખવું હોય તો)

૧/૨ ચમચી જીરું

૧/૨ ચમચી સંચળ

મીઠું સ્વાદ પ્રમાણે

૧ ચમચી લીંબુનો રસ

૨ ચમચી દાળિયા

૨ ચમચી સીંગદાણા

૧/૪ ચમચી ગરમ મસાલો

૧/૪ ચમચી ચાટ મસાલો

ઠંડું પાણી

રીત :

1) સૌથી પહેલા ચટણી બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લો ,કોથમીર,મરચા અને ફુદીનો ધોઈને સાફ કરી લો.

2) મિક્ષ્રરનું નાનું જાર લઇ એમાં ફુદીનો અને લીંબુના રસ સિવાયની સામગ્રી ઉમેરો પાણી પણ અત્યારે નથી ઉમેરવાનું, પાણી વગર જ પહેલા આને અધકચરું વાટી લઈશું.

3) હવે એમાં જરૂર પ્રમાણે ઠંડુ પાણી ઉમેરતા જઇ વાટતા જવું, થોડું વટાઈ જાય એટલે એમાં ફુદીનો અને લીંબુનો રસ ઉમેરો ,ચટણી જેવી જાડી પાતળી જોઈતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવું.

4) હવે આ સરસ મજાની ટેસ્ટી અને ચટાકેદાર ચટણી સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video