હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું અમદાવાદના માણેકચોકની ફેમસ માટલા કુલ્ફી જેને રોલ કટ કુલ્ફી પણ કહે છે, આમાં બહુ બધી ફ્લેવર આવે છે એમાંથી આજે હું તમને “માવા મલાઈ “ ફ્લેવર શીખવાડવાની છું જે ખુબજ ઓછી સામગ્રીથી બનીને તૈયાર થઇ જાય છે અને નાના મોયા દરેકને આ ફ્લેવર ભાવતી હોય છે તો ચાલો બહાર જેવી જ સરસ કુલ્ફી ઘરે કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ .
તૈયારી નો સમય – ૫ મિનીટ
બનાવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૪ વ્યક્તિ
સામગ્રી :
૫૦૦ મિલી ફૂલ ફેટનું દૂધ
૧ – ૨ ચમચી મિલ્ક પાવડર
૧ નાની ચમચી કોર્ન ફ્લોર
૧૦૦ ગ્રામ મોળો માવો
૫૦ ગ્રામ – ખાંડ
૧/૨ ચમચી ઈલાઈચી પાવડર
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં દુધને ગાળીને લઈ લો ત્યારબાદ એમાંથી ૧/૨ કપ જેટલું દૂધ બીજા એક વાટકામાં લઈ લો

2) હવે જે ૧/૨ કપ નાના વાટકામાં લીધું છે એમાં મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો એમાં સહેજ પણ ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવું

3) એક કડાઈમાં ખાંડ ઉમેરી એને ધીમા ગેસ પર કેરેમલાઈઝ થવા દો, તરત એને હલાવવું નહિ આ રીતે થોડી વાર પછી ખાંડ ઓગળવા લાગશે અડધી ખાંડ ઓગળે હવે ચમચાથી સતત હલાવતા રહો પુરેપુરી ખાંડ ઓગળી જાય અને આવો સરસ કેરેમલ કલર આવે એટલે ગેસ ધીમો કરી દો

4) હવે એમાં મોટા વાટકાનું દૂધ ઉમેરો, તમે જેવું જ દૂધ આ ખાંડમાં ઉમેરશો ખાંડ તરત આવી ગઠ્ઠો થઇ જશે પણ હવે ગેસ મીડીયમ કરી એને સતત હલાવતા રહો ખાંડ થોડી જ વારમાં ઓગળી જશે

5) ખાંડ બધી ઓગળી જાય એટલે એટલે નાના વાટકામાં જે મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર મિક્ષ કરીને રાખ્યો છે એ ઉમેરી હલાવતા જાવ આને સતત હલાવવું જરૂરી છે કેમકે આમાં આપણે કોર્ન ફલોરનો ઉપયોગ કર્યો છે જો એને હલાવીએ નહી તો એ નીચે ચોટવા લાગે, કિનારી પરથી પણ એને મિક્ષ કરતા જવું.

6) આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ઈલાઈચી પાવડર ઉમેરી દો અને ૧ – ૨ મિનીટ માટે આને ઉકળવા દો ,હવે આ દુધને ઠંડુ થવા દેવું .

7) આ મિશ્રણ એકદમ ઠંડુ થઇ જાય એટલે એમાં છીણેલો મોળો માવો ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો, મિશ્રણ આવું સરસ ઘટ્ટ થઇ જશે

8) હવે એક સ્ટીલ કે અલ્યુમિનીયમનો ડબ્બો લો એમાં કલિંગ રેપ લગાવો અને ઠંડું થયેલું મિશ્રણ એમાં ભરી દો ત્યારબાદ એના ઉપર ફરીથી થોડું કલિંગ રેપ લગાવી ડબ્બાનું ઢાંકણું બંધ કરી આ ડબ્બાને ડીપ ફ્રીઝરમાં આખી રાત માટે રહેવા દો .

9) બીજા દિવસે કુલ્ફીને અનમોલ્ડ કરતા પહેલા સહેજ વાર આ ડબ્બાને પાણી મુકો પછી પ્લાસ્ટિક સાથે કુલ્ફીને બહાર ખેંચો, ત્યારબાદ પ્લાસ્ટિક હટાવી આ કુલ્ફીને ધારવાળા ચપ્પાની મદદથી કટ કરી કરો .

10) તો હવે આ સરસ મજાની રોલ કટ કુલ્ફી સર્વિંગ માટે તૈયાર છે
