આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવી વેજ બિરયાની , બિરયાનીને “ one meal “ તરીકે ઓળખવામાં આવે છે કેમકે આમાં ઘણા બધા શાકભાજી અને ચોખા નું કોમ્બીનેશન હોય છે આ રેસીપી “ Rice lovers “ માટે એકદમ બેસ્ટ રહે છે આને તમે દહીં કે રાઇતા સાથે સર્વ કરી શકો છો આ ટેસ્ટમાં ખુબજ સરસ બને છે અને એને બનાવવી પણ ખુબજ સરળ છે જો એકવાર આ રીતે બિરયાની ઘરે બનાવશો તો રેસ્ટોરન્ટની બિરયાની પણ ભૂલી જશો બીજું ઘરે આ રેસીપી બનાવવાનો ફાયદો એ થાય કે જે શાક ઘરના મેમ્બરને કે બાળકોને ભાવે એ રીતે આપણે આમાં ઓછા વધતા કે ના નાખવા હોય તો ના નાખીને પણ આ ઘરના ટેસ્ટ પ્રમાણે બનાવી શકીએ છે તો ચાલો એકદમ આસાન અને પરફેક્ટ સ્ટેપ સાથે એને બનાવવાનું શરુ કરીએ
તૈયારીનો સમય – ૧૦ મિનીટ
બનાવાનો સમય – ૨૦ – ૩૦ મિનીટ
સર્વિંગ – ૪ – ૬ વ્યક્તિ
સામગ્રી :
ભાત માટે :
૧ કપ જુના બાસમતી ચોખા
૧.૫ કપ પાણી
૨ ચમચી ઘી
તમાલપત્ર
જાવંત્રી
લવિંગ
કાળા મરી
તજ નો ટુકડો
લીલી ઈલાઈચી
શાક બનાવા માટે :
૪૦૦ ગ્રામ મિક્ષ શાક
૧ કપ બાફેલા વટાણા
૧ કેપ્સીકમ
૨ ટામેટાની પ્યુરી
૧ ચમચી વાટેલા મરચા
૨ ચમચી તેલ
૧ ચમચી ઘી
૧/૨ ચમચી જીરું
તમાલપત્ર
લવિંગ
બાદીયા
કાળા મરી
ગરમ પાણી
૧ નાની ચમચી લાલ મરચું
૧/૨ ચમચી ધાણાજીરું
ચપટી હળદર
૧ ચમચી બિરયાની મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
કસુરી મેથી
૩ ચમચી દહીં
રીત :
1) સૌથી પહેલા કોઈ એક કપ કે વાટકીના માપ થી બાસમતી ચોખા માપીને લઈ લો , ચોખાને બે વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવા ત્યારબાદ ચોખામાં પાણી ઉમેરી એને અડધો થી એક કલાક માટે પલાડીને રાખો , હવે જેટલા ચોખા લીધા હોય એના થી દોઢ ગણું (૧ કપ ચોખા – ૧.૫ પાણી) લઇ

2) એક કડાઈમાં થોડું તેલ અને ચોખ્ખું ઘી મિક્ષ કરી ગરમ કરવા મુકો તેમાં બધા લીધેલા આખા મસાલા ઉમેરો સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પાણી ને ઉકળવા દો , પાણી ઊકળવાનું શરુ થાય એટલે એમાં પલાડીને રાખેલા ચોખા પાણી નીતારીને ઉમેરી દો , હવે ગેસ ફાસ્ટ કરી દો અને આ ચોખને ચઢવા દો ફોટા નં – ૩ માં બતાવ્યા પ્રમાણે ઉપરથી બધું પાણી બળી ગયેલું દેખાય એટલે ગેસ એકદમ ધીમો કરી દો અને હવે બાકીનું પૂરેપૂરું પાણી બળે ત્યાં સુધી આને થવા દો ચોખાને ૮૦ % જ બફ્વાના છે એ વાતનું ધ્યાન રાખવું , ચોખા બફાઈ જાય એટલે એને મોટી થાળી કે પ્લેટમાં કાઢી ઠંડા થવા દેવા .

3) હવે જે બધું શાક લીધું છે એને થોડા મોટા ટુકડામાં સમારી લેવું ત્યારબાદ એમાં બધા મસાલા , દહીં અને કસૂરી મેથી એડ કરી એને અડધો કલાક રહેવા દો.

4) હવે એક વાટકીમાં મરચું , મીઠું , હળદર , ધાણાજીરું અને થોડો બિરયાની મસાલો લઇ લો એમાં ૨ – ૩ ચમચી પાણી ઉમેરી એને સરસ રીતે મિક્ષ કરી લો .

5) હવે કડાઇમાં તેલ + ઘી ગરમ કરવા મુકો , ગરમ થાય એટલે થોડું જીરું અને બધા આખા મસાલા ઉમેરો ,ત્યારબાદ એમાં વાટકીમાં તૈયાર કરેલો મસાલો અને વાટેલા લીલા મરચા ઉમેરી સાંતળી લો , એ સંતળાઈ જાય એટલે એમાં ટામેટાની પ્યુરી એડ કરો , અને થોડીવાર તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો .

6) આ રીતે તેલ છુટું પડે એટલે જે શાકભાજીમાં મસાલા મિક્ષ કરીને રાખ્યા છે એ શાક આમાં ઉમેરી દો ,સાથે જ થોડું ગરમ પાણી એમાં ઉમેરો જેથી શાક જલ્દી ચઢી જાય હવે એના પર એક ઢાંકણ ઢાંકીને આને ચઢવા દો .

7) શાક ૬૦ – ૭૦ % જેવું ચઢે એટલે એમાં સમારેલું કેપ્સીકમ અને બાફેલા વટાણા ઉમેરી દો . અને શાકને ૮૦ % જેવું ચઢવા દો વધારે નથી બાફવાનું .

8) એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડું ઘી નાખો એ સહેજ ગરમ થાય એટલે એમાં જે શાક તૈયાર કરીને રાખ્યું છે એમાં થી અડધું શાક નાખી એનું એક લેયર કરો ત્યારબાદ એના ઉપર બનાવેલા ભાત માંથી અડધો ભાત ઉમેરી એનું એક લેયર કરો આના ઉપર ૧ ચમચી કેવરા વોટર નાખો ત્યારબાદ ઝીણા સમારેલા કોથમીર ફુદીનાના પણ ,તળેલા કાજુ નાખો જે લોકો ડુંગળી ખાતા હોય એ તળેલી ડુંગળી પણ આમાં આ સમયે લેયરમાં નાખી શકે આવી જ રીતે આના ઉપર બીજું લેયર કરવું ( અહી મેં મોટી કડાઈમાં બે લેયર કર્યા છે તમારે ૩ કે ૪ કરવા હોય તો પણ કરી શકો , લેયર થઇ જાય ત્યાર પછી એના ઉપર એક ફીટ ઢાંકણ ઢાંકી આ બિરયાનીને ધીમા ગેસ પર ૧૫ – ૨૦ મિનીટ માટે થવા દો .

9) ૨૦ મિનીટ પછી બિરયાની બનીને તૈયાર છે તમારે બધી બિરયાની કડાઈમાં મિક્ષ કરી દેવી હોય તો પણ કરી શકો અને આ રીતે લેયરવાળી જ સર્વ કરવી હોય તો પણ કરી શકો .

10) આ વેજીટેબલ બિરયાની સર્વિંગ માટે તૈયાર છે આને તમે પાપડ અને દહીં કે રાઇતા સાથે પણ સર્વ કરી શકો .મેં એના ગાર્નીશિંગમાં સમારેલી કોથમીર અને તળેલા કાજુ મુક્યા છે .

નોંધ :
- બાસમતી ચોખા જુના લેવા તો એનો ભાત ખુબજ સરસ બનશે
- જે લોકો ડુંગળી ખાતા હોય એ શાકભાજીના મેરીનેશનમાં કાચી ડુંગળી અને લેયરમાં તળેલી ડુંગળીનો ઉપયોગ કરી શકો .