ઘરે જ દાબેલી મસાલો બનાવી બનાવો કચ્છનું ફેમસ સ્ટ્રીટફૂડ કચ્છી કડક|Kutchi kadak|Kutchi bowl|કચ્છીબાઉલ

આજે આપણે બનાવીશું કચ્છની ફેમસ એક ડીશ કચ્છી કડક આને ઘણી જગ્યાએ કચ્છી બાઉલ પણ કહે છે આ ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે સાથે એને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ .

તૈયારી નો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૫ મિનીટ

સર્વિંગ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૩ – ૪ ચમચી તેલ

૨ છીણેલા ટામેટા

૨ ચમચી દાબેલી મસાલો

૩ બાફેલા બટાકા કે બાફેલા કેળા

૨ – ૩ ચમચી મીઠી ચટણી

૨ ચમચી મસલા સીંગ

૧ ચમચી લાલ મરચું

૧/૨ ચમચી ગરમ મસાલો

સમારેલી કોથમીર

મીઠું

પાણી

સર્વિંગ માટેની સામગ્રી 🙁 ૧ ડીશ માટેની )

૨ બટર ટોસ્ટ

બનાવેલી ગ્રેવી

મીઠી ચટણી

લીલી ચટણી

લસણની ચટણી (જો નાખવી હોય તો )

સમારેલી કોથમીર

સમારેલી ડુંગળી ( જો નાખવી હોય તો )

મસાલા સીંગ

બેસનની સેવ

રીત :

1)એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણેલા ટામેટા અને દાબેલી નો મસાલો નાખો અને એને મીડીયમ ગેસ પર થોડીવાર સાંતળો .

2) તેલ ઝૂટુ પડે એટલે એમાં બાફેલા બટાકા માવો કરીને ઉમેરો ( જો જૈન છો તો કાચા કેળા પણ ઉપયોગ કરી શકો .)

3) હવે એમાં મીઠી ચટણી, સમારેલી કોથમીર, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરો

4) એમાં મસાલા સીંગ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી થોડીવાર ગરમ કરો ,આનો રસો વધારે જાડો પણ નહિ અને પાતળો પણ નહિ એવો રહે એટલે ગેસ બંધ કરી દો.

5) હવે એક સર્વિંગ ડિશમાં ટોસ્ટના નાના ટુકડા કરી લો એના પર તૈયાર કરેલી ગ્રેવી એડ કરો ,

6) ત્યારબાદ એના ઉપર તીખી – મીઠી ચટણી , મસાલા સીંગ ,બેસનની સેવ અને સમારેલી કોથમીરથી ગાર્નીશ કરો .( જો ડુંગળી એડ કરવી હોય તો પણ કરી શકો )

7) હવે સરસ મજાનું કચ્છી કડક સર્વિંગ માટે તૈયાર છે .

Watch This Recipe on Video