કાઠિયાવાડી વણેલા ગાંઠિયા સાથે તેની સ્પેશિયલ ચટણી|kathiyawadi gathiya|Famous gujarati nasta

  હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું  “ કાઠીયાવાડી વણેલા ગાંઠિયા “ જે એક ફેમસ ગુજરાતી નાસ્તો છે જેને એની સ્પેશિયલ ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બહાર જેવા જ સરસ ગાંઠિયા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ .

તૈયારી નો સમય – ૫ મિનીટ

બનાવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ

સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

૧૫૦ ગ્રામ બેસન

૧/૨ ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું

૧/૨ ચમચી હિંગ

૧/૨ ચમચી સાજી ના ફૂલ

૧/૨ ચમચી અજમો

૧/૨ ચમચી કાળા મરીનો પાવડર

૪ – ૫ ચમચી તેલ

૨ ચમચી તેલ + તળવા માટે

ચટણી માટેની સામગ્રી :

૮ – ૧૦ તીખા લીલા મરચા

૫૦ ગ્રામ કોથમીર

૪ – ૫ લસણની કળી ( જો નાખવી હોય તો )

૧ નાનો આદુનો ટુકડો ( જો નાખવો હોય તો )

ચપટી મીઠું

૧ લીંબુ નો રસ

ચપટી કાળા મરીનો પાવડર

૧ ચમચી ખાંડ

૫ – ૬ બનાવેલા ગાંઠિયા

પાણી જરૂર પ્રમાણે

ગાંઠિયા ની ઉપર છાંટવાનો મસાલો :

હિંગ

ગરમ મસાલો

સંચળ

ગાંઠિયા બનાવાની રીત :

1)એક વાટકીમાં મીઠું  હિંગ અને સોડા લઈ એમાં ૨ – ૩ ચમચી પાણી ઉમેરી મિક્ષ કરી લો

2) બેસનને ચાળીને એક વાસણમાં લઇ લો તેમાં વચ્ચે થોડી જગ્યા કરી સોડાવાળું પાણી નાખો અને મિક્ષ કરતા જાવ ,પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધી લો ત્યારબાદ તેમાં અજમો અને મરી પાવડર ઉમેરો અને મિક્ષ કરી લો .(લોટને જેટલો મસળો એટલા જ ગાંઠિયા ખાવામાં પોચા બનશે )

3) બાંધેલા લોટ માંથી થોડો લોટ લઈ મસળી એમાંથી ગાંઠિયા વણી લો .(હલ્કા હાથે વણવાના છે )

4) હવે ગરમ તેલમાં આ વણેલા ગાંઠિયા મુકો અને મીડીયમ ગેસ પર તળી લો .(ફાસ્ટ ગેસ પર તળશો તો ઉપર થી તળાયેલા લાગશે અને અંદરથી કાચા રહેશે )

5) આછા સોનેરી કલરના થાય ત્યાં સુધી તળવા , વધારે ડાર્ક કલર નથી કરવાનો .

6) ચટણી બનાવવા માટે ગાંઠિયા અને લીંબુના રસ સિવાયની બધી સામગ્રી મિક્ષર જારમાં લઇ વાટી લો ,ત્યારબાદ તેમાં ગાંઠિયા નો ભૂકો , લીંબુનો રસ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી વાટી લો .

7) બનાવેલા ગાંઠિયા પર બનાવેલો મસાલો છાંટો .

8) હવે ગરમા ગરમ ગાંઠિયાને ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરો , જો કાચા પપૈયાનો સંભારો સર્વ કરવો હોય તો પણ કરી શકાય .

Watch This Recipe on Video