આજે આપણે બનાવીશું સરસ મજાની ટેસ્ટી કોકોનટ ચટણી જેને આપણે કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસીપી જેવી કે ઢોસા , ઈડલી , મેદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ .
તૈયારી નો સમય – ૫ – ૧૦ મિનીટ
બનાવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ – ૫ – ૬ વ્યક્તિ
સ્ટોર કરવાનો સમય – ૪ – ૫ દિવસ (ફ્રીજમાં) ૧ મહિનો ( ફ્રીઝરમાં )
સામગ્રી :
- ૧ શ્રીફળ
- ૨ સમારેલા લીલા મરચા
- ૫૦ ગ્રામ કોથમીર
- ૧ નાનો આદુનો ટુકડો
- ૫૦ ગ્રામ કાચી ચણા દાળ
- મીઠો લીંબડો
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી
- ૧ ચમચી તેલ
- થોડી રાઈ
- સુકું લાલ મરચું
રીત :
1)એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે એમાં ચણાની દાળ ઉમેરી એને ધીમા ગેસ પર સાંતળી લો (દાળને ધોવાની નથી કપડાથી જ થોડી લુછી લેવાની )

2) હવે એમાં મરચા ,આદુ અને લીંબડો ઉમેરી સહેજ સાંતળો પછી ગેસ બંધ કરી દો ,છેલ્લે એમાં કોથમીર ઉમેરી મિક્ષ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો.

3) ઠંડા થયેલા મિશ્રણને મિક્ષર જારમાં લઈ એમાં છોલીને સમારેલું ટોપરું અને મીઠું ઉમેરી પાણી વગર વાટી લો

4) ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ વાટતા જવું .

5) ચટણીમાં વઘાર કરવા માટે થોડું તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે એમાં એક સુકું લાલ મરચું ઉમેરી ગેસ બંધ કરી દો.

6) હવે આ તૈયાર વઘાર ચટણીમાં ઉમેરી મિક્ષ કરો .
