જેને પાકી કેરી ખુબ જ ભાવે છે એના માટે આજે એક સરસ મજાની આ રેસીપી છે “ આમ પાપડ “ , આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને ફક્ત બે જ વસ્તુના ઉપયોગથી એ બની જાય છે માર્કેટમાં આમ પાપડ મળતા હોય છે જેમાં પ્રીઝર્વેટીવ નો ઉપયોગ કરેલો હોય એટલે આપણે એ વસ્તુ બાળકોને આપવી પસંદ નથી કરતા ઘરે એ જ આમ પાપડ આપણે કલર કે પ્રીઝર્વેટીવ વગર બનાવી શકીએ છીએ .
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૨ વ્યક્તિ
સ્ટોર કરવાનો સમય – ૧ મહિનો (ફ્રીજમાં )
સામગ્રી :
- ૨ નંગ પાકી કેરી ( હાફૂસ કે કેસર )
- ૧ ચમચી દળેલી સાકર
રીત :
- સૌથી પહેલા કેરીને ધોઈને છોલી એના ટુકડા કરી લો ,એને મિક્ષરમાં લઈ પાણી વગર જ વાટી લો.

2) એક ફ્રાઈપેનમાં લઇ એને ગરમ કરવા મુકો એની સાથે જ એમાં દળેલી સાકર ઉમેરી મિક્ષ કરી લો ( ખાંડ કરતા સાકાર હેલ્થ માટે સારી એટલે મેં અહી સાકરનો ઉપયોગ કર્યો છે

3) એને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો

4) હવે એને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો

5) તેના પર પાતળું કોટનનું કપડું ઢાંકી બહાર તાપ માં ૧ – ૨ દિવસ સુકાવા મુકો , ઘરમાં પણ મૂકી શકો .

6) ઉપરનું લેયર થોડું ડ્રાય થાય એટલે એને કટ કરી આ રીતે રોલ વાળો અથવા ચોરસ પણ કાપી શકો .

7) હવે આ આમ પાપડ તૈયાર છે, આને ફ્રીજમાં ૧ મહિના સુધી સ્ટોર કરી શકો
