હેલ્લો ફ્રેન્ડસ , આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભાજી કોન બનાવીશું , આ ગુજરાતની એક ફેમસ સ્ટ્રીટ ફૂડ રેસીપી છે જે જનરલી દાબેલી – વડાપાવ ની લારી પર ખાવા મળે છે તો આવી સરસ ટેસ્ટી રેસીપી પરફેક્ટ રીતે કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ .
કોન બનાવા માટેની સામગ્રી :
- ૨૦૦ ગ્રામ મેંદો
- ૨-૩ ચમચી નવશેકું ગરમ તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી
પૂરણ બનાવા માટેની સામગ્રી :
- ૩ ચમચી સીંગતેલ
- ચપટી હિંગ
- ૪ બાફેલા બટાકાનો માવો
- ૩ ચમચી દાબેલી મસાલો
- સમારેલી કોથમીર
સર્વિંગ માટેની સામગ્રી :
- તૈયાર કરેલા કોન
- બનાવેલું પૂરણ
- મસાલા સીંગ
- ખજુર આંબલીની ચટણી
- બેસનની ઝીણી સેવ
- પ્રોસેસ્ડ ચીઝ
- થોડી સમારેલી કોથમીર
- સમારેલી ડુંગળી (જો નાખવી હોય તો)
કોન બનાવાની રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં મેંદો ,તેલ અને મીઠું મિક્ષ કરી લો ,ત્યાર બાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈ એનો પરોઠા કરતા સહેજ કઠણ લોટ બાંધી લો અને લોટને ઢાંકીને ૫ – ૧૦ મિનીટ માટે રહેવા દો .

2) હવે બાંધેલા લોટને ફરી એકવાર મસળી લો અને એમાંથી મોટો લુઓ બનાવી મોટી રોટલી વણી લો ,રોટલી વધારે જાડી પણ નહિ અને પાતળી પણ નહિ એવી વણવાની છે અને બધેથી એ એકસરખી રહે એનું ધ્યાન રાખવાનું .રોટલીને ચપ્પા કે પીઝા કટરની મદદથી ચાર ભાગમાં કાપી લો

3) એમાંથી એક ભાગ લઈ લો કોનનું મોલ્ડ લઈ ફોટામાં બતાવ્યા પ્રમાણે એને કોનનો શેપ આપો એની કિનારી પર પાણી લગાવી કોનને સરસ રીતે સીલ કરો કાંટાની મદદથી તેના પર નિશાન કરી દો , કોન બરાબર સીલ થવા ખુબજ જરૂરી છે નહિ તો તળતી વખતે એ ખુલી જશે

4) હવે કોનને તળવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે મોલ્ડ સાથે જ કોનને તેલમાં મૂકી દો અને એને ધીમા થી મધ્યમ ગેસ પર એને તળો , થોડી થોડી વારે એને ફેરવતા રહેવું જેથી બધી બાજુથી એકસરખો કલર આવે ,કોન ૬૦ – ૭૦ % જેવા તળાશે એટલે મોલ્ડ એમાંથી અલગ થઈ જશે જો ના થાય તો ચમચી અને ચિપિયાની મદદથી અલગ કરી દેવા ,ત્યાર બાદ સરસ આવો સોનેરી કલર આવે એટલે એને તેલમાંથી કાઢી લો

5) પૂરણ બનાવા માટે કડાઇ કે ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી બાફેલા બટાકાનો માવો નાખો અને ૨ – ૩ મિનીટ ,માટે સાંતળો ત્યારબાદ તેમાં દાબેલી મસાલો ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો (દાબેલી મસાલામાં બધા મસાલા હોય એટલે ઉપરથી કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી પડતી )હવે ગેસ બંધ કરી પુરણને એક વાટકામાં કાઢી તેના પર થોડી કોથમીર ઉમેરી દો .

6) કોનને સર્વ કરવા માટે કોનમાં પહેલા થોડી ચટણી નાખો એ પછી થોડું પૂરણ તેના પર થોડી મસાલા સીંગ ફરી થોડું પૂરણ અને હવે ગાર્નીશિંગ માટે સેવ ,મસાલા સીંગ અને કોથમીર મુકો ,આજ રીતે બીજો કોન બનાવો અને તેના પર સાથે થોડું છીણેલું ચીઝ અને કોથમીર મુકો .( જે લોકો ડુંગળી ખાતા હોય એ સમારેલી ડુંગળી પણ આમાં એડ કરી શકે

7) તો આ સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી ભાજી કોન સર્વિંગ માટે તૈયાર છે
