આજે આપણે બનાવીશું ઈટાલીયન પીઝા ,પીઝા નાના મોટા દરેકને ખુબજ ભાવતા હોય છે તો આજે બહાર કરતા પણ સરસ પિઝ્ઝા આપણે ઘરે બનાવીશું સાથે જ આ પીઝા બનાવા માટે ના તો આપણને ઈસ્ટની જરૂર છે ના તો ઓવનની જરૂર છે આજે આપણે આ પીઝા ગેસ પર બનાવીશું સાથે જ ઘરમાં સરળતાથી મળી જાય એવી વસ્તુના ઉપયોગથી આ બની જાય છે તો હવે જયારે પણ પીઝા ખાવાની ઈચ્છા થાય ત્યારે આ પીઝાની રેસીપી જરૂર ટ્રાય કરજો .
તૈયારી નો સમય – ૧૦ મિનીટ
બનાવાનો સમય – ૫ – ૧૦ મિનીટ
સર્વિંગ – ૫ – ૬ મીડીયમ સાઈઝ પીઝા
સામગ્રી :
૨૦૦ ગ્રામ મેંદો
૧/૨ ચમચી બેકિંગ પાવડર
૧/૪ ચમચી બેકિંગ સોડા
મીઠું સ્વાદ પ્રમાણે
૨ નાની ચમચી તેલ
૧/૨ વાટકી દહીં
પાણી જરૂર પ્રમાણે
પીઝા સોસ
શાકભાજી
મોઝરેલા ચીઝ
પીઝા સીઝનીંગ
રીત :
1)સૌથી પહેલા લોટમાં મીઠું ,બેકિંગ પાવડર અને સોડા નાખી મિક્ષ કરી લો , ત્યાર બાદ તેમાં દહીં નાખો પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધી લો હવે એમાં તેલ ઉમેરી મિક્ષ કરો ,લોટને સરસ મસળીને સુંવાળો કરી દો ,હવે આ લોટને ઢાંકીને ૧૦ – ૧૫ મિનીટ રહેવા દો .

2) ૧૫ મિનીટ પછી આમાંથી આ રીતે મીડીયમ થીક રોટલો વણી લો અને તેના પર કાંટાથી કાણા પાડી દો જેથી આ બેઝ ફૂલે ના .

3) હવે આને ગરમ તવી પર શેકવાનો છે એકબાજુ થોડો શેકાય એટલે બીજી બાજુ ફેરવી દો ગેસ ધીમો જ રાખવાનો છે હવે જે એકબાજુ શેકેલો ભાગ છે તેના પર પીઝા સોસ લગાવો .

4) હવે તમારી પસંદગીના શાકભાજી તેના પર મુકો ( અહી મેં લાલ અને લીલા કેપ્સીકમ ,બેબી કોર્ન ,ઓલીવ ,એલેપીનો અને સ્વીટકોર્ન ઉપયોગમાં લીધા છે જે ડુંગળી ખાતા હોય એ ડુંગળી પણ મૂકી શકે ) ત્યારબાદ તેના પર છીણેલું મોઝરેલા ચીઝ મુકો હવે પીઝાની કિનારી ફરતે થોડું તેલ નાખો .

5) આ પીઝાને ઢાંકીને ધીમા ગેસ પર ૩ – ૪ મિનીટ શેકાવા દો , ૪ મિનીટ પછી ચીઝ આવું સરસ મેલત થઇ જશે અને પીઝા બેઝ પણ સરસ ચડી ગયો હશે .

6) આ પીઝાને કટ કરી લો ત્યાર બાદ તેના પર સીસનીંગ કરો ( તમે ચીલી ફ્લેક્ષ , ઓરેગાનો , મિક્ષ હર્બ્સ , રેડી પીઝા સીસનીંગ કઈ પણ ઉપયોગમાં લઈ શકો )

7) હવે આ એકદમ ટેસ્ટી અને યમ્મી ઇટાલિયન પીઝા સર્વિંગ માટે તૈયાર છે .
