હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું સરસ ટેસ્ટી અને મસાલેદાર મસાલા ભીંડી , આ ટેસ્ટમાં ખુબજ સરસ બને છે સાથે જ આને બનાવામાં સમય પણ ઓછો લાગે છે , જો તમારા ઘરમાં ભરેલા ભીંડા બહુ ભાવતા હોય અને જો તમારી પાસે ભીંડા ભરવાનો સમય ના હોય ત્યારે આ રેસીપી ખુબજ ઉપયોગી થશે અને આ શાકમાં ભરેલા શાકની શરખામણીમાં ઓછા તેલ મસાલાનો ઉપયોગ થાય છે અને આ શાક તમે ટીફીનમાં કે લંચ બોક્ષમાં પણ બનાવીને આપી શકો છો તો એકવાર જરૂર ટ્રાય કરજો
તૈયારી નો સમય – ૧૦ મિનીટ
બનાવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ
સામગ્રી :
૫૦૦ ગ્રામ – ભીંડા
૨૦૦ – ૨૫૦ ગ્રામ – બટાટા
૧/૨ વાટકી ચણાનો લોટ (૭૦ – ૮૦ ગ્રામ)
૧/૪ વાટકી સીંગદાણા (૫૦ ગ્રામ)
૩ – ૪ ચમચી તેલ
૧/૨ ચમચી જીરું
૧ ચમચી વાટેલા મરચા
૧/૨ ચમચી હળદર
૧ – ૨ ચમચી લાલ મરચું
૧ ચમચી ધાણાજીરું
૨ નાની ચમચી ખાંડ (ઓપ્શનલ)
મીઠું સ્વાદ પ્રમાણે
સમારેલી કોથમીર
રીત :
1)સૌથી પહેલા ભીંડાને ધોઈને કોટનના કપડાથી સરસ લુછી લેવા ત્યારબાદ તેની પાતળી લાંબી ચીરી કરી લો . એ જ રીતે બટાકાને છોલીને તેની પણ લાંબી ચિપ્સ કરી લેવી , સમારેલા બટાકામાં થોડું પાણી નાખી દેવું જેથી એ કાળા ના પડી જાય .

2) જે ચણાનો લોટ લીધો છે એને એક પેનમાં લઇ કોરો જ શેકી લેવો , આને ધીમા થી મધ્યમ તાપ પર ૨ – ૩ મિનીટ શેકવાનો છે .

3) એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખો , જીરું તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં હળદર અને વાટેલા મરચા ઉમેરી સાંતળી લો , ત્યારબાદ એમાં સમારેલા બટાકા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઢાંકીને મીડીયમ ગેસ પર ચઢવા દો .

4) બટાકા ૫૦ – ૬૦ % જેવા ચઢે એટલે એમાં સમારેલા ભીંડા ઉમેરી દો અને એને મીડીયમ ગેસ પર ૩ -૪ મિનીટ કે બંને વસ્તુ સરસ ચઢી જાય ત્યાં સુધી થવા દો .

5) હવે એમાં મરચું અને ધાણાજીરું ઉમેરી મિક્ષ કરી લો અને હવે આને ઢાંકવાની જરૂર નથી ખુલ્લું જ ૧ – ૨ મિનીટ થવા દો.,જો ઘરમાં કોઈને આવું સાદું ભીંડા – બટાકા નું શાક ભાવતું હોય તો આ રીતે બનાવી શકો અથવા થોડું અલગ કાઢવું છે તો પણ કાઢી શકો .

6) આ શાકમાં આ સમયે થોડી ખાંડ ઉમેરી ગેસ ફાસ્ટ કરી અને સરસ મિક્ષ કરી લો , ખાંડ મિક્ષ થઇ જાય એટલે એમાં શેકેલો ચણાનો લોટ , શેકીને અધકચરા વાટેલા સીંગદાણા અને થોડો ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો .

7) ધીમા ગેસ પર આ શાકને સહેજ વાર થવા દો ત્યારબાદ ગેસ બંધ કરી એમાં સમારેલી કોથમીર નાખી મિક્ષ કરો .

8) હવે આ મજાનું ટેસ્ટી ભીંડા બટાકાનું શાક સર્વિંગ માટે તૈયાર છે આને રોટલી કે પરોઠા ગમે તેની સાથે સર્વ કરી શકો .
