હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું “ એપલ સ્ટ્રોબેરી સ્મુધિ જે ટેસ્ટમાં ખૂજબ સરસ લાગે છે અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો સાથે જ આ ખુબજ હેલ્ધી છે બાળકો દુધ ફળ થી દૂર ભાગતા હોય છે પણ જો આ રીતે એમને આપશો તો એ ફટાફટ પી લેશે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૨ – ૩ મિનીટ
બનાવવાનો સમય – ૨ – ૩ મિનીટ
સર્વિંગ – ૨ ગ્લાસ
સામગ્રી :
અડધું સફરજન
૩ સ્ટ્રોબેરી
૧ ગ્લાસ દુધ (૨૦૦ મિલી)
૧ ચમચી ખાંડ
૧ ચમચી સ્ટ્રોબેરી સીરપ
બરફના ટુકડા
રીત :
1) સૌથી સફરજન અને સ્ટ્રોબેરીને ધોઈ લેવા ત્યારબાદ સફરજનને છોલીને સમારી લો સાથે જ સ્ટ્રોબેરી પણ સમારી લેવી,હવે અને એક મિક્ષર જારમાં લઇ લો.

2) આની સાથે હવે ખાંડ ,સ્ટ્રોબેરી સીરપ ,બરફ અને દુધ ઉમેરો .(દુધને ગરમ કરી ઠંડુ કરી ઉપયોગમાં લેવું.

3) જે સર્વિંગ ગ્લાસ ઉપયોગમાં લેવાનો હોય એને સ્ટ્રોબેરી સીરપ થી ડેકોરેટ કરી ફ્રીઝરમાં મુકી દો.

4) સ્મુધિને ચર્ન કરી સર્વિંગ ગ્લાસમાં લઇ લો.

5) હવે આ એકદમ ટેસ્ટી અને યમ્મી સ્મુધિ સર્વિંગ માટે તૈયાર છે એના ગાર્નીશિંગ માટે સ્ટ્રોબેરી સીરપ , સફરજન અને સ્ટ્રોબેરીનો ઉપયોગ કર્યો છે.
