એક નવી રીતે બનાવો રેડ સોસ પાસ્તા જે નાના થી લઈને મોટા દરેકને પસંદ આવશે | Red Sauce Pasta | Pasta Recipe | Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી “ રેડ સોસ પાસ્તા “ , આ એકસમ ટેસ્ટી અને ક્રીમી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખુબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરસ છે એને પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ જેથી તમારા પણ પાસ્તા એકદમ ટેસ્ટી બહાર જેવા બને , તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૨ – ૫ મિનીટ

સર્વિંગ – ૨ વ્યક્તિ

સામગ્રી :

રેડ સોસ બનાવવા માટે :

૨ મોટા ટામેટા

૨ – ૩ સુકા રેશમપટ્ટો કે કાશ્મીરી મરચા

૨૦૦ મિલી પાણી

પાસ્તા બનાવવા માટે :

૧૫૦ ગ્રામ બાફેલા પેને પાસ્તા

૧ ચમચી ઓલીવ ઓઈલ

૫૦ ગ્રામ ઝીણી સમારેલી કોબીજ (જો ડુંગળી ખતા હોવ તો એક ડુંગળી લેવી)

૧/૨ ચમચી ચીલી ફ્લેક્ષ

૧/૨ ચમચી મિક્ષ હર્બ્સ (ઓરેગાનો ,મરચાના બીયા , થાઈમ્સ, રોઝ મેરી (જે ડુંગળી લસણ ખાતા હોય એ તૈયાર પાસ્તા સીઝ્નીંગ લઇ શકે)

૧/૪ ચમચી મરી પાવડર

મીઠું સ્વાદ પ્રમાણે

બનાવેલી ટામેટા મરચાની પેસ્ટ

૨ ચમચી પાણી

થોડું ચીઝ

૧ ચમચી ટોમેટો કેચપ કે થોડી ખાંડ

રીત :

1) સૌથી પહેલા જે પાસ્તા લીધા છે એને બાફી લઈશું તો એક જાડા તળિયાવાળા વાસનામાં ૭૦૦ – ૮૦૦ મિલી પાણી ગરમ કરવા મુકવું પાણી થોડું ગરમ થાય એટલે એમાં મીઠું અને તેલ ઉમેરી મિક્ષ કરી લેવું પાણી ઉકળવાવાનું શરુ થાય એટલે એમાં પાસ્તા નાખી ઢાંકણ ઢાંકી ૮ – ૧૦ મિનીટ માટે બાફી લો

2) પાસ્તા બફાયા છે કે નહી એ ચેક કરવા માટે એને એક ડિશમાં લઇ ચપ્પા કે ચમચીની મદદથી કટ કરો એ ૯૦ % જેવા બફાયેલા હોવા જોઈએ અને એની કિનારી પર તમને એક સફેદ લેયર જેવું પણ દેખાશે.

3) પાસ્તા બફાઈ જાય એટલે એને એક કાણાવાળા વાટકામાં કાઢી લો તેના પર એક ચમચી તેલ નાખી મિક્ષ કરો પછી પાસ્તા પર સાદુ પાણી નાખી ઠંડા કરી લો આવું કરવાથી પાસ્તા ઠંડા થયા પછી પણ ચોંટશે નહિ

4) હવે રેડ સોસ બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો પાણી ઉકળે એટલે એમાં ધોઈને નાખો (ટામેટાના નાકાનો ભાગ કાઢી પાછળ એક ચોકડી નું નિશાન કરી દેવું

5) ટામેટાની સાથે જ સુકા મરચા પણ ઉમેરવા હાથથી ટુકડા કરી લેવા આને મીડીયમ ગેસ પર ૫ – ૭ મિનીટ માટે ઉકાળવું

6) હવે એને એક કાણાવાળા વાટકામાં કાઢી ઠંડા થવા દો ઠંડા થઇ જાય એટલે ટામેટાની છાલ કાઢી લેવી પછી એને મિક્ષરમાં લઇ પાણી વગર જ વાટી લો જો જરૂર લાગે તો ટામેટા બાફ્યા નું પાણી ઉપયોગમાં લઇ શકો

7) હવે અત્યારે આપણે લસણ ડુંગળી વગરના પાસ્તા બનાવીએ છીએ એટલે એના માટે કોબીજનો જે જાડો સફેદ ભાગ હોય એને ઝીણો સમારી લઈશું (જે ડુંગળી ખાતા હોય એ ડુંગળીને આ રીતે ઝીણી સમારીને લે)

8) એ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં કોબીજ ઉમેરી ફાસ્ટ ગેસ પર ૩૦ – ૪૦ સેકન્ડ મયે સાંતળો(જો રેગ્યુલર પાસ્તા બનાવવા હ્પ્ય તો પહેલા લસણ નાખવું પછી ડુંગળી સાંતળવી )

9) કોબીજ સંતળાય જાય એટલે એમાં મસાલા કરવા ,એ મિક્ષ થઇ જાય પછી લાલ પેસ્ટ નાખવી

10)  મિક્ષરમાં પાણી નાખી એ પાણી આમાં નાખવું અને ઢાંકણ ઢાંકી એક મિનીટ ચઢવા દો

11)  હવે સોસ થોડો ઘટ્ટ થઇ જાય એટલે એમાં પીઝા પાસ્તા સોસ અને ક્રિમ નાખો બધું સરસ રીતે મિક્ષ કરી લેવું

12) સોસ બની જાય એટલે એમાં બાફેલા પાસ્તા ઉમેરી ધીમા ગેસ પર મિક્ષ કરી લેવા

13) અત્યારે આમાં થોડું છીણેલું ચીઝ નાખીશું જો ના નાખવું હોય તો નહિ નાખવાનું ચીઝ મિક્ષ થઇ જાય એટલે છેલ્લે એમાં થોડો કેચપ કે ખાંડ નાખી મિક્ષ કરી લેવું

14) હવે આ એકદમ ટેસ્ટી અને ક્રિમી રેડ સોસ પાસ્તા સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video