ઉપવાસમાં ખાઇ શકો અને બનાવીને સ્ટોર કરી શકો એવી ૩ પ્રકારની ટેસ્ટી અને ક્રિસ્પી કેળા વેફર | Kela wafer | Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવી ટેસ્ટી અને ક્રિસ્પી કેળા વેફર આજે આ વેફર આપણે ત્રણ અલગ અલગ ફ્લેવરમાં બનાવીશું જે ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને તમે બનાવીને તમે ૨૦ – ૨૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ .

તૈયારીન સમય – ૨ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સ્ટોર કરવાનો  સમય – ૨૦ – ૨૫ દિવસ

સામગ્રી :

૪ કાચા કેળા

૧ ચમચી મીઠું

૨ ચમચી પાણી

મસાલા વેફર બનાવવા :

કાળા મરીનો પાવડર

ચાટ મસાલો

સ્વીટ ચીલી વેફર બનાવવા :

કાશ્મીરી લાલ મરચું

બુરું ખાંડચાટ મસાલો

રીત :

1) સૌથી પહેલા કેળાને ધોઈને છોલી લો એક વાટકીમાં મીઠું અને પાણી મિક્ષ કરી લો વેફરનું મશીન આપણને જોઇશે.

2) હવે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી આ રીતે સીધી તેલમાં એની વેફર પાડો બધી વેફર પાડી દો પછી ગેસ મીડીયમ કરી દો અને જે મીઠા વાળું પાણી બનાવ્યું છે એ એક ચમચી આમાં નાખો.

3) થોડી થોડી વારે વેફરને ફેરવતા રહેવું, વેફર તળાઈ જશે એટલે એનો કલર પણ બદલાઈ જશે અને ક્રિસ્પી થઇ જશે

4) વેફરને હાથથી ચેક કરો એ ક્રિસ્પી થઇ ગઈ હોય તો એને એક કાણાવાળા વાટકામાં લઇ લો અને આ જ રીતે બીજી વેફર બનાવો.

5) બધી વેફર બની જાય એટલે એને ત્રણ ભાગમાં વહેંચો એક બનાવી એવી જ રાખીશું મીઠાવાળી બીજી વેફેર માટે મરી પાવડર અને ચાટ મસાલો નાખીશું અને ત્રીજી વેફરમાં લાલ મરચું , ચાટ મસાલો અને બુરું ખાંડ નાખીશું બધું સરસ રીતે મિક્ષ કરી લેવું.

6) હવે આ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વેફર સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video