હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે જોઈશું કે ઘરે મિલ્ક પાવડર કેવી રીતે બનાવવો આપણે જનરલી કોઈ મીઠાઇ , ડેઝર્ટ કે કોઈ પંજાબી સબ્જી બનાવવી હોય તો આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છે અને આપણે માર્કેટમાંથી ખરીદીને આ લાવીએ છીએ તો માર્કેટ જેવો સરસ મિલ્ક પાવડર આપણે સરળતાથી ઘરે બનાવી શકીએ છે સાથે જ આને બનાવીને બહાર એક મહિના સુધી અને જો ફ્રીજમાં રાખો તો ૬ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૨ મિનીટ
બનાવવાનો સમય – ૨ – ૩ દિવસ
સ્ટોર કરવાનો સમય – બહાર ૧ મહિનો / ફ્રીજમાં ૬ મહિના
સામગ્રી :
૧ લીટર ફુલ ફેટ મિલ્ક
૧ ચમચી ખાંડ
રીત :
1) સૌથી પહેલા દુધને ગાળીને એક વાસણમાં લઇ લો અને એને મીડીયમ ગેસ પર ઉકળવા મુકો વચ્ચે એને હલાવતા રહેવું.

2) કિનારી પર જે મલાઇ ચોટે એને પણ ઉખાડીને દુધમાં મિક્ષ કરતા જવું

3) દૂધ આ રીતે ઘટ્ટ થાય એ પછી એને સતત હલાવતા જવું જેથી તે નીચે ચોંટે નહિ

4) આ રીતે માવા જેવું તેક્ષ્ચર આવે એટલે ગેસ બંધ કરી દેવો અને ગેસ બંધ કરીને પણ સતત આને ૧ મિનીટ સુધી હલાવતા રહીશું જેથી આમાં થી વરાળ જતી રહે અને એનું પાણી ના બને

5) માવો રૂમ ટેમ્પરેચર આવે એટલે આવો સરસ ઘટ્ટ થઇ જશે પછી એને એક થાળી કે ડિશમાં કાઢી લો

6) હવે આને ઘરમાં પંખા નીચે કે બહાર તાપમાં સુકાવા માટે મુકી દો જો બહાર તાપ માં મુકો તો પાતળું કોટનનું કપડું ઢાંકીને મુકવું જેથી એમાં કોઈ કચરો ના પડે આટલા માવાને સુકાતા ૨ – ૩ દિવસ લાગશે માવો એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી રાખવો

7) પછી એની સાથે આપણને જોઇશે ખાંડ તો આ બન્ને વસ્તુને મિક્ષરમાં લઇ લો

8) હવે આને દળી લો જો તમારે આને ચાળવો છે તો ચાળીને પણ રાખી શકો પણ જો કોઈ મીઠાઇ માં કે ડેઝર્ટ કે સબ્જીમાં વાપરવો છે તો ચાળવાની જરૂર નથી પણ જો ચા – કોફી માં વાપરવો છે તો ચાળવો

9) હવે ઘરનો બનાવેલો ચોખ્ખો મિલ્ક પાવડર બનીને તૈયાર છે
