હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે ઘરે બાસુંદી કેવી રીતે બનાવવી એ જોઈશું જનરલી કોઈ તહેવાર હોય કે મહેમાન આવવાના હોય ત્યારે આપણે માર્કેટમાંથી તૈયાર લાવતા હોઈએ છે પણ આજે માર્કેટ કરતા સરસ બાસુંદી આપણે ઘરે બનાવીશું અને અને બાસુંદીને તમે બનાવીને તમે ફ્રીજમાં ૨ – ૩ દિવસ રાખી શકો છો,તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૨- ૫ મિનીટ
બનાવવાનો સમય – ૨૦ મિનીટ
સર્વિંગ ૨ વાટકી
સામગ્રી :
૬૦૦ મિલી દુધ
૫ ચમચી મિલ્ક પાવડર
૧ નાની ચમચી ઘી
૪ ચમચી ખાંડ
૧/૪ ચમચી ઈલાઈચી જાયફળનો પાવડર
સમારેલા બદામ પિસ્તા
રીત :
1) સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા મુકો , ઘી ગરમ થાય એટલે એમાં મિલ્ક પાવડર નાખો અને એને ૩૦ – ૪૦ સેકન્ડ માટે મીડીયમ ગેસ પર શેકી લો

2) આ રીતે મિલ્ક પાવડર શેકાઇ જાય એટલે એમાં ૧૦૦ મિલી જેટલું દુધ ઉમેરી એને સરસ રીતે મિક્ષ કરી ૨ મિનીટ ચઢવા દો

3) આ રીતે ઘટ્ટ થાય એટલે એટલે એમાં બાકીનું દુધ નાખી સરસ રીતે મિક્ષ કરી ઉકળવા દો.

4) દુધ ઉકળવાનું શરુ થાય એટલે એમાં ખાંડ નાખો અને ૧૦ મિનીટ ઉકળવા દો

5) હવે એમાં ઈલાઈચી જાયફળનો પાવડર , પલાડેલું કેસર અને બદામ પિસ્તા નાખી દો

6) લગભગ ૧૭ – ૧૮ મિનીટ પછી બાસુંદી આવી ઘટ્ટ બનશે આ સમયે ગેસ બંધ કરી આને નીચે ઉતારી લો અને સતત હલાવતા જાવ જેથી એના પર મલાઇ ના જામે

7) બાસુંદી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એને ફ્રીજમાં મુકી ઠંડી કરી લો

8) ઠંડી થયા પછી આ સરસ આવી ઘટ્ટ અને દાણાદાર થઇ જશે એના પર ગાર્નીશિંગ માટે ડ્રાય ફ્રુટ નાખો

9) હવે આ એકદમ ટેસ્ટી અને યમ્મી બાસુંદી સર્વિંગ માટે તૈયાર છે
