રક્ષાબંધન પર ફક્ત ૪૫ મીનીટમાં બની જાય એવી ગુજરાતી થાળી | Gujarati Thali | Pure Veg Thali

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું રક્ષાબંધન માટે સ્પેશિયલ ગુજરાતી થાળી આ થાળી તમે રક્ષાબંધન ,કે ભાઈબીજ જેવા તહેવાર પર તો બનાવી જ શકો છો પણ જયારે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ આ થાળી તમે ખુબજ ઓછા સમયમાં બનાવી શકો છો આ ફક્ત ૪૫ મીનીટમાં બનીને તૈયાર થઇ જાય છે આ થાળીમાં આજે હું તમને વટાણા બટાકા ટામેટાનું રસાવાળું શાક, સ્વીટકોર્ન ટામેટાનું શાક , દાળ , ભાત , ફ્રેશ નાળિયર નો હલવો , કટલેટ અને ઘઉંના લોટની પોચી પુરી બનાવીશું તો ચાલો આને ઓછા સમયમાં ફટાફટ કેવી રીતે તૈયાર કરવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવાનો સમય – ૪૦ – ૪૫ મિનીટ

સર્વિંગ ૪ – ૬ વ્યક્તિ

સામગ્રી :

ભાત બનાવવા માટે :

૧.૫ કપ બાસમતી ચોખા

પાણી

મીઠું

ઘી

દાળ બનાવવા માટે :

૧ કપ તુવેરની દાળ

પાણી

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૨ ચમચી હળદર

૧ ચમચી લાલ મરચું

૧ ચમચી ધાણાજીરું

૧ ચમચી સીંગદાણા

મીઠો લીંબડો

૫૦ -૭૦ ગ્રામ ગોળ

સમારેલી કોથમીર

૧ લીંબુનો રસ

વઘાર માટે :

૨ ચમચી તેલ

૧/૨ ચમચી રાઈ

થોડું જીરું

તમાલપત્ર

સુકું લાલ મરચું

હિંગ

લીલું મરચું

૧ નાનું ટામેટું

વટાણા બટાકા ટામેટાનું રસાવાળું શાક બનાવવા :

૨૫૦ ગ્રામ બટાકા

૨૦૦ ગ્રામ વટાણા

૨ ટામેટા

૧ સમારેલું લીલું મરચું

૪ – ૫ ચમચી તેલ

૧/૨ ચમચી રાઈ

થોડું જીરું

હિંગ

૧ ચમચી બેસન

૧/૨ ચમચી હળદર

૨ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧.૫ ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદ પ્રમાણે

૧ નાની ચમચી ખાંડ(ઓપ્શનલ)

૧/૨ ચમચી ગરમ મસાલો

સમારેલી કોથમીર

પાણી

સ્વીટકોર્ન ટામેટાનું શાક બનાવવા માટે :

૨૫૦ ગ્રામ – ટામેટા

૧૫૦ -૨૦૦ ગ્રામ સ્વીટકોર્ન

૨ લીલા મરચા

૨ – ૩ ચમચી તેલ

૧/૨ ચમચી રાઈ

ચપટી જીરું

થોડી હિંગ

૨ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧ ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૨ ચમચી ખાંડ

કોથમીર

ચપટી ગરમ મસાલો

કટલેટ બનાવવા માટે :

૫૦૦ ગ્રામ બાફેલા બટાકા

૧ ગાજર

૫૦ ગ્રામ કોબીજ

૧/૨ કેપ્સિકમ

૨ ચમચી કોર્ન ફ્લોર

૩ ચમચી બેસન

સમારેલી કોથમીર

કાળા મરીનો પાવડર

ચાટ મસાલો

૧/૨ ચમચી ગરમ મસાલો

૨ લીલા મરચા

૧ પાવ કે ૨ બ્રેડ

બહારના પડ માટે :

૩ ચમચી મેંદો

૩ ચમચી કોર્ન ફ્લોર

જાડા પૌવાનો ભુકો

પાણી

મીઠું

તેલ

નાળીયર નો હલવો બનાવવા માટે :

૧ શ્રીફળ

૩૦૦ મિલી દુધ

૪ ચમચી ખાંડ

૪ ચમચી મિલ્ક પાવડર

ઈલાઈચી જાયફળનો પાવડર

પલાડેલું કેસર

બદામ પિસ્તા

પુરી બનાવવા માટે :

૨ કપ ઘઉંનો ઝીણો લોટ

૨ ચમચી તેલ

મીઠું

પાણી

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા દાળ ચોખા ને ૨ – ૩ વાર પાણીથી ધોઈ લો બટાકાને પણ એકવાર ધોઈ લો, હવે ૫ લીટરના કુકરમાં પહેલા દાળ આ રીતે નાખી દો પછી વચ્ચે જગ્યા રાખી ત્યાં એક નાનો કાંઠલો મુકી એના લેવલ સુધી નું પાણી ઉમેરી દેવું

2) હવે કાંઠલા ઉપર ચોખાની તપેલી મુકી દેવી પછી ચોખા પર હાથ રાખી ત્યાં થી બે વેઢા (૨ ઇંચ) પાણી માપીને નાખવુંતેના પર ઢાંકણ મુકી બટાકા મુકી દેવા પછી કુકર બંધ કરી એની ૫ વ્હીસલ કરી લેવી

3) હલવો બનાવવા માટે શ્રીફળને છોલીને સમારી લો પછી મિક્ષરમાં વાટી લો

4) કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરવા માટે મુકો પછી એમાં વાટેલું ટોપરું નાખો અને ૨ મિનીટ માટે એને શેકી લો પછી એમાં દૂધ ઉમેરી દેવું

5) દૂધ ઉકળવાનું શરુ થાય એટલે એમાં ખાંડ અને મિલ્ક પાવડર નાખો અને મીડીયમ ગેસ પર ચઢવા દો

6) ધીરે ધીરે આ કઠણ થવા લાગશે હવે આમાં થોડો ઈલાઈચી અને જાયફળનો પાવડર અને થોડું પલાડેલું કેસર ઉમેરો

7) હલવો કઠણ થાય એટલે એમાં બદામ પીસ્તા ઉમેરી મિક્ષ કરી લો હવે ગેસ બંધ કરી આને ઠંડો થવા દો

8) પુરીનો લોટ બાંધવા માટે લોટમાં તેલ અને મીઠું નાખી સરસ મિક્ષ કરી લો પછી એમાં પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો અને એને ઢાંકીને રહેવા દો

9) હવે વટાણા બટાકાનું શાક બનાવવા માટે શાક સમારીને તૈયાર કરી લો , મરચું સમારવું અને ટામેટાને મિક્ષરમાં પાણી નાખ્યા વગર વાટી લેવા

10) કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઇ , જીરું , હિંગ, હળદર, લીલા મરચા  અને બેસન ઉમેરી દો પછી એમાં ટામેટાની પ્યુરી નાખો અને એકવાર હલાવી લો પછી એમાં બધા મસાલા કરો (ગરમ મસાલા સિવાય)અને આને ખુલ્લુ જ ૧ મિનીટ ચઢવા દો

11) પછી એમાં વટાણા બટાકા નાખી સરસ રીતે મિક્ષ કરી ૨ મિનીટ ચઢવા દો જેથી મસલા સરસ રીતે શાકમાં મિક્ષ થઇ જાય હવે એમાં વટાણા બટાકા ડુબે એટલું પાણી નાખી મીડીયમ ગેસ પર ૩ વ્હીસલ કરી લો

12) ૩ વ્હીસલ પછી કુકર ઠંડુ થાય એટલે એમાં ગરમ મસાલો અને કોથમીર ઉમેરી સરસ મિક્ષ કરી લો થોડા બટાકાના પીસને ભાંગી લો જેથી રસો જાડો થઇ જાય.

13) સ્વીટકોર્ન ટામેટાનું શાક બનાવવા ટામેટા ધોઈને સમારી લો , સ્વીટકોર્ન બાફીને તૈયાર કરવા જો ફ્રોઝન લીધા હોય તો પાણી નાખીને રાખો , શાકમાં નાખવા મરચા પણ સમારી લો

14) કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , જીરું , હિંગ , હળદર અને લીલા મરચા નાખો હવે એમાં સમારેલા ટામેટા નાખો એકવાર હલાવી લો પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને ઢાંકણ ઢાંકી એને મીડીયમ ગેસ પર ૨ મિનીટ ચઢવા દો

15) ૨ મિનીટ પછી ટામેટા થોડા પોચા પડી જશે એટલે એમાં સ્વીટકોર્ન નાખી હલાવી ફરી ઢાંકણ ઢાંકી ૨ – ૩ મિનીટ ચઢવા દો

16) આમાં મરચું , ધાણાજીરું અને ખાંડ નાખી મિક્ષ કરી ચઢવા દો

17) ધીરેધીરે તેલ ઉપર આવે એટલે એમાં થોડો ગરમ મસાલો અને કોથમીર નાખી મિક્ષ કરી ગેસ બંધ કરી દો.

18) જે દાળ ચોખાનું કુકર આપણે મુક્યું હતું એને પણ ખોલીને એમાંથી બટાકા કાઢીને ઠંડા થવા મુકો અને ભાતની તપેલી બહાર કાઢી લો દાળને હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો એને એક તપેલીમાં લઇ લો અને એને ગરમ કરવા મુકો

19) દાળમાં બધા મસાલા કરો અને મીડીયમ ગેસ પર ઉકળવા દો,એમાં સીંગદાણા , ગોળ અને લીંબડો નાખો અને ૨૦ મિનીટ આને ઉકાળો

20) પછી દાળનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે રાઇ , જીરું , તમાલપત્ર , હિંગ , સુકું લાલ મરચું ,લીલા મરચા અને ટામેટું ઉમેરી વઘાર તૈયાર કરો હવે આ વઘાર દાળમાં ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરી લો દાળમાં સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો

21) કટલેટ બનાવવા માટે બટાકાને ફોલીને તૈયાર કરી એનો માવો કરી લો ગાજર અને કોબીજને છીણી લો અને કેપ્સિકમ ને ઝીણું સમારી લો અને એક પાવ કે બ્રેડનો મિક્ષરમાં ભુકો કરી લો

22) હવે આ બધું એક વાસણમાં લઇ બધા મસાલા કરી સરસ રીતે મિક્ષ કરી લો તેલવાળો હાથ કરી એમાંથી ટીક્કી બનાવી લો

23) હવે એક વાટકામાં કોર્ન ફ્લોર અને મેંદો લઇ એમાં પાણી મિક્ષ કરી એની સ્લરી બનાવો પછી એમાં ચપટી જેટલું મીઠું નાખી સરસ મિક્ષ કરી લો કટલેટને પહેલા સ્લરીમાં બોળો પછી જાડા પૌવાને દળીને જે ભુકો તૈયાર કર્યો છે એમાં રગદોળી લો આ રીતે બધી કટલેટ તૈયાર કરી લો.

24) જે પુરીનો લોટ બાંધીને રાખ્યો છે એને એકવાર મસળી એમાંથી નાના નાના લુઆ કરો અને એની મીડીયમ સાઈઝની પુરી વણી લો , પુરી વધારે જાડી પણ નહિ અને પાતળી પણ નહિ એવી વણવી

25) હવે તેલ ગરમ કરવા મુકો તેલ સરસ ગરમ થાય એટલે એમાં પહેલા પુરી તળો એકબાજુ તળાય એટલે ફેરવી દોઆવી સરસ તળાઈ જાય એટલે એને બહાર લઇ લો

26) હવે આમાં લીલા મરચા તળી લઈએ તો મરચાને ધોઈ એને એકબાજુ કાપો કરી લેવો મરચાને કાણાવાળા વાટકામાં રાખી ફાસ્ટ ગેસ પર તળી લઈશું

27) છેલ્લે હવે કટલેટ તળીશું કટલેટને મીડીયમ થી ફાસ્ટ ગેસ પર તળવી, સરસ આવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે એને કાઢી લો

28) હવે આ સરસ મજાની ગુજરાતી થાળી સર્વિંગ માટે તૈયાર છે જેમાં મેં બે શાક , દાળ-ભાત , હલવો,પુરી , કટલેટ ,તીખી-મીઠી ચટણી , છાસ , સલાડ, તળેલા મરચા અને તળેલા પાપડ સર્વ કર્યા છે

Watch This Recipe on Video