હેલ્ધિ રહેવું હોય કે વજન ઉતારવું હોય બંનેમાં ઉપયોગી થાય એવી ઓટ્સ ખીચડી | Weight loss Oats Khichdi

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક હેલ્ધિ અને વજન ઉતારવામાં ઉપયોગી થાય એવી ઓટ્સ ખીચડી , આ ખુબજ ટેસ્ટી બને છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો આમાં આપણે ઓટ્સનો ઉપયોગ કર્યો છે , ઓટ્સ એ બધા અનાજમાં સૌથી વધારે પોષકતત્વો ધરાવતું અનાજ છે એમાં સારી એવી માત્રામાં પ્રોટીન્સ , વિટામિન્સ અને ફાઈબર રહેલા છે ફાઈબર વધુ હોવાથી આવી રેસીપી ખાધા પછી લાંબો સમય ભૂખ નથી લાગતી તો વજન ઉતારવાના સમયે ખુબ ઉપયોગી રહે છે સાથે ઓટ્સ નાના મોટા દરેકના માટે ખુબજ ઉપયોગી છે તો આવી રેસીપી તમારા રૂટીન ડાયટ માં જરૂર એડ કરજો આવી રેસીપી ની સાથે જો તમે થોડી ઘણી કસરત કરો તો તમે આરામથી એક મહિનામાં ૩ – ૪ વજન ઓછું કરી શકો છો.તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૧ નાની વાટકી ઓટ્સ (૫૦ ગ્રામ)

૧/૨ વાટકી મગની મોગર દાળ (૫૦ ગ્રામ)

૩.૫ વાટકી પાણી

૧ ચમચી ચોખ્ખું ઘી

૧ નાનું બટાકુ

૧ ગાજર

૧/૪ કપ લીલા વટાણા

૧ સમારેલું લીલું મરચું

મીઠું સ્વાદ પ્રમાણે

૧ ચમચી મરચું

૧/૨ ચમચી ગરમ મસાલો

૧ સુકું લાલ મરચું

૧/૨ ચમચી હળદર

થોડું જીરું

ચપટી હિંગ

રીત :

1) સૌથી પહેલા મગની દાળને ૨ વાર પાણીથી ધોઈને અડધો થી એક કલાક માટે પલાડીને રાખો,શાકભાજી જે નાખવું હોય એ સમારીને તૈયાર કરી લેવું

2) હવે એક કુકરમાં ઘી ગરમ કરવા માટે મુકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું , સુકુ મરચું ,લીલા મરચા , હિંગ અને હળદર ઉમેરી દો પછી એમાં શાકભાજી ઉમેરી દો (શાકભાજીમાં તમે તમારી પસંદ પ્રમાણેના શાક લઇ શકો)

3) હવે એમાં પાણી નીતારીને મગની દાળ અને ઓટ્સ ઉમેરી સરસ બધું મિક્ષ કરી લો ગેસ અત્યારે ધીમો રાખવો

4) આમાં માપ પ્રમાણે પાણી ઉમેરો જો થોડી કઠણ ખીચડી જોઈતી હોય તો પાણી ૩ વાટકી ઉમેરવું

5) હવે એમાં બધા મસાલા કરી મિક્ષ કરોઅને કુકરનું ઢાંકણ ઢાંકી મીડીયમ ગેસ પર ૩ વ્હીસલ કરી લો

6) ૩ વ્હીસલ પછી કુકર ઠંડુ થાય એટલે કુકર ખોલી ખીચડીને હલાવી લો

7) હવે આ ગરમા ગરમ ઓટ્સ ખીચડી સર્વિંગ માટે તૈયાર છે એને તમે દહીં કે છાસ સાથે સર્વ કરી શકો.

Watch This Recipe on Video