ફક્ત ૧૦ – ૧૫ મિનિટમાં બની જાય એવા ઈન્સટન્ટ દહીવડા | Instant Dahi Vada | Dahi Vada Recipe | Sooji Dahi Vada

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઈન્સટન્ટ દહીવડા જે ફક્ત ૧૦ – ૧૫ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે સાથે આના માટે તમારે દાળ પલાડવાની કે પીસવાની કોઈ જરૂર નથી આના માટે બધી સામગ્રી આપણા ઘરમાં કાયમ હોય જ છે તો જયારે પણ દહીવડા ખાવાની ઈચ્છા થાય કે કોઈ મહેમાન આવવાના હોય એને ફટાફટ કોઈ નાસ્તો બનાવવો હોય તો આ બેસ્ટ રેસીપી છે સાથે જ શ્રાવણ મહિનામાં જે શીતળા સાતમનો તહેવાર આવે છે ત્યારે પણ આગલા દિવસે આ રેસીપી તમે બનાવીને રાખી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૨ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૧૦૦ ગ્રામ સોજી (૧ વાટકી )

૧/૨ વાટકી દહીં

૧ ચમચી ચણાનો લોટ

૧/૨ ચમચી જીરું

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૮ ચમચી સોડા

પાણી જરૂર પ્રમાણે

તેલ તળવા માટે

સર્વિંગ માટે :

બનાવેલા વડા

મીઠી ચટણી

તીખી ચટણી

શેકેલા જીરાનો પાવડર

કાશ્મીરી લાલ મરચું

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા દહીવડા માટેની બધી સામગ્રી તૈયાર કરી લો, જો આદુ નાખવું હોય તો એને પણ ઝીણું સમારીને તૈયાર કરી લેવો.

2) હવે એક વાટકામાં સોડા અને પાણી સિવાયની બધી સામગ્રી ઉમેરી એકવાર થોડું મિક્ષ કરી લો, પછી એમાં જરૂર પાણી ઉમેરતા જઈ ઘટ્ટ ખીરું બનાવી લો પછી એને ઢાંકીને ૧૦ મિનીટ માટે રહેવા દો.

3) ૧૦ મિનીટ પછી એમાં સોડા નાખો સોડાની ઉપર થોડું પાણી નાખી ખીરું સરસ રીતે મિક્ષ કરી લો

4) વડા તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકો તેલ સરસ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મીડીયમ સાઈઝના વડા મુકો, બધા વડા મુકાઇ જાય એટલે ગેસ મીડીયમ ફ્લેમ પર કરી દેવો અને વડાને લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા

5) એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો પાણીને નવશેકું ગરમ કરવાનું છે પછી એને બીજા એક વાસણમાં લઇ લો અને એમાં મીઠું ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો.

6) બનાવેલા વડા આ પાણીમાં નાખો અને એને ૩ – ૪ મિનીટ માટે એમાં જ રહેવા દો ૩ – ૪ મિનીટ પછી વડા આવા સરસ ફૂલી જશે પછી એને હાથથી દબાવી લો

7) જે વડા બનાવ્યા છે એ પાણીમાં નાખ્યા વગર ખાવ તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બને છે જયારે પાણીમાં નાખ્યા પછી વડા એકદમ સરસ પોચા થઇ જાય છે

8) વડાને આ રીતે બે હાથથી દબાવી પાણી નીતરી એક વાટકામાં લઇ લો અને એના સર્વિંગ માટેની સામગ્રી તૈયાર કરો દો.

9) હવે વડાની ઉપર ૫ – ૬ ચમચી દહીં ,૧ ચમચી તીખી ચટણી , ર ચમચી મીઠી ચટણી , થોડો શેકેલા જીરાનો પાવડર , કાશ્મીરી મરચું અને થોડી સમારેલી કોથમીર નાખો (દહીંમાં થોડી દળેલી ખાંડ કે બુરું ખાંડ નાખી મિક્ષ કરી લેવું)

10) તો હવે આ એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય એવા દહીવડા સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video