હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બુંદી ના લાડુ , મીઠાઇવાળાના ત્યાં જે બુંદી ના લાડુ મળે એ બુંદી બનાવવા માટે નો એનો જે સ્પેશિયલ ઝારો આવે એનો ઉપયોગ કરીને બનાવવામાં આવે પણ દરેકની પાસે એવી ઝારો ના હોય તો આજે આપણે ઝારાનો ઉપયોગ કર્યા વગર ઘરમાંથી જ મળી જાય એવી વસ્તુનો ઉપયોગ કરીને આ લાડુ બનાવીશું જે ખુબ જ સરસ બને છે આ લાડુને બનાવીને તમે ૩ – ૪ દિવસ રાખી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારી નો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
સર્વિંગ – ૧૦ લાડુ
સામગ્રી :
૧ કપ બેસન (૧૫૦ ગ્રામ)
૩/૪ – ૧ કપ પાણી
ઓરેન્જ અને લાલ ફૂડ કલર
ચાસણી બનાવવા :
૧/૨ કપ ખાંડ (૧૦૦ ગ્રામ)
૩/૪ કપ પાણી
ઓરેન્જ અને લાલ કલર
ઈલાઈચી પાવડર
મગજતરીના બી
થોડા સમારેલા ડ્રાય ફ્રુટ
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં બેસન અને પાણી ઉમેરતા જઇ સરસ ખીરું બનાવી તૈયાર કરી લો વધારે જાડું પણ નહિ અને પાતળું પણ નહિ એવું ખીરું બનાવવું ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવું

2) ખીરું બની જાય એટલે એમાં બંને કલર ઉમેરી સરસ મિક્ષ કરી લો કલર ના નાખવા હોય તો નહિ નાખવાના.

3) હવે બુંદી તળવા માટે ચોખ્ખું ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી ચીઝ કટર પર આ રીતે ખીરું નાખો અને એને હલ્કા હાથે સહેજ થપથપાવો એટલે બુંદી પડવા લાગશે એક જગ્યા પર બધું ખીરું ના પડે એનું ધ્યાન રાખવું નેહી તો બુંદી ચોંટી જશે

4) તમારી પાસે જો આવું મોટું ચીઝ કટર ના હોય તો તમે ઘરમાં જે નાનું ચીઝ કટર હોય છે એનો ઉપયોગ કરીને પણ આ બનાવી શકો પણ એમાં ખીરું ઓછું નાખવાનું

5) બુંદીને ક્રિસ્પી નથી તળવાની પોચી જ રાખવાની છે તો આને તળતા લગભગ ૪૦ – ૫૦ સેકન્ડ જેવો સમય લાગશે

6) બુંદી ને ઝારા કે ગળણીની મદદથી કાઢી લો અને આ રીતે જ બાકીની બુંદી તળી લો.

7) હવે ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરો અને મીડીયમ ગેસ પર ઉકળવા દો.

8) આમાં કોઈ તાર નથી બનવવાના આ પાણીને તમે અડો અને તમને એ ચીકણું લાગે ત્યાં સુધી ઉકાળવું લગભગ ૫ – ૬ મિનીટ જેવો સમય લાગશે આને બનાવામાં.

9) હવે ચાસણીમાં કલર અને ઈલાઈચી પાવડર ઉમેરી મિક્ષ કરો પછી એમાં તળેલી બુંદી નાખો ગેસ ધીમો રાખીને બધું સરસ રીતે મિક્ષ કરો

10) ત્યારબાદ તેમાં ૨ – ૩ ટીપા લીંબુ નો રસ અને અને મગજતરીના બી નાખી મિક્ષ કરી લો (મગજતરીના બી ને તવી માં કોરા જ ૧૦ – ૨૦ સેકન્ડ શેકી લેવા)

11) હવે આને ધીમા તાપ પર ૪ – ૫ મિનીટ ચઢવા દો જેથી બધી ચાસણી સરસ રીતે બુંદીમાં મિક્ષ થઇ જાય

12) ૫ મિનીટ પછી તમે જોશો તો ચાસણી બધી બુંદીમાં ભળી ગઈ હશે હવે ગેસ બંધ કરી દો અને આના પર ઢાંકણ ઢાંકીને એને ઠંડી થાય ત્યાં સુધી રાખો

13) બુંદી ઠંડી થઇ જાય એ પછી એમાં થી લાડુ બનાવો તેના પર સમારેલા બદામ પીસ્તા મુકો

14) હવે આ લાડુ બનીને તૈયાર છે તમે આને ૩ -૪ દિવસ સુધી વાપરી શકો છો.
